જસદણ તાલુકાનુ જસાપર ગામે ભુગર્ભ ગટર બાબતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરિયાદ કરવામાં આવી
જસદણ તાલુકાનુ જસાપર ગામે ભુગર્ભ ગટર બાબતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી સુધી ફરિયાદ કરવામાં આવી
જે અરજીમાં જસદણ તાલુકા ના જસાપર ગામે નવા જસાપર માં મેલડી મા ના મંદીર તરફ જતા રસ્તા માં ભગર્ભ ગટર નાખવામાં આવેલ છે તે ગટર લાઈન નાખવામાં આવેલ છે તે ભગર્ભ ગટર લાઈન નાખવામાં આવેલ તે ગટર લાઈનમાં ઢાળ મેન્સન કરેલ નથી તેથી ગટરનુ પાણી લાઈન બહાર નીકાલ કરેલ છે ત્યાં જતુ નથી પરંતુ ગટરની કુડી મુકવામાં આવેલ છે તે કડી માંથી બહાર નીકળે છે અને રસ્તા ઉપર આવે છે તેથી રસ્તા ઉપર ગટરનું પાણી ભરાય છે. તેથી રસ્તો ખરાબ થઈ ગયેલ છે અને ગટરનું પાણી બહાર ભરાય છે તેથી બોગસ કામ કરેલ છે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવા અમારી નમ્ર અરજ છે તેમજ આ ગટરનું પાણી બહાર રસ્તા ઉપર આવાથી રસ્તો ખરાબ થઈ જાય છે તે પાણીનો નીકાલ યોગ્ય ન હોય તેથી પાણી બહાર ભરાવાથી રોગછાળો થવાનો ભય રહે છે. અને આ બાબતે ગ્રામ પંચાયતને તથા સરપંચશ્રીને વારંવાર રજુઆત કરવા છતા અમારા આ પ્રશ્નનો કોઈપણ જાતનો નિકાલ કરવામાં આવેલ નથી. અને આ ગટરનું ગંદુ પાણી છેલ્લા ત્રણ માસથી ઉભરાઈને રોડ રસ્તા ઉપર ફરી વળે છે. જેથી લોકોને ચાલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને રસ્તા ઉપર તે પાણીની ખજબ દુર્ગંધ આવે છે.
જેથી ઉપરોકત અમારી અરજી અનુસંધાને આ કામમાં જે લોકોએ કામમાં બેદરકારી દાખવી હોય, યોગ્ય ગુણવતાવાળા કામ કરેલ ન હોય, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ઉકત અમારો જે પશ્ન છે. તેનો તાત્કાલીક ધોરણે નિકાલ કરી ગટરના પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય તે પ્રકારની યોગ્ય કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર વિનંતી કરતી અરજી કરવામાં આવી. જે અરજી ૧). શ્રી જીલ્લા વિકારા અધિકારી સાહેબ રાજકોટ,(જીલ્લા પંચાયત કચેરી રાજકોટ), ૨). સભ્યશ્રી જીલ્લા પંચાયત (આટકોટ, જીલ્લા પંચાયત કચેરી રાજકોટ), ૩). મુખ્ય અધિકારી સાહેબશ્રી, આરોગ્ય વિભાગ, જીલ્લા પંચાપત કચેરી રાજકોટ, અને ૪). શ્રી નાયબ કલેકટરને અરજી આપવામાં આવી છે.
Report Rasik visavaliya Jasdan7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.