*બોટાદ જિલ્લામાં ભારે વરસાદ / પુર / ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક તાલુકા કક્ષાના અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમના નંબર ઉપર સંપર્ક સાધવો*
*બોટાદ જિલ્લામાં ભારે વરસાદ / પુર / ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક તાલુકા કક્ષાના અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમના નંબર ઉપર સંપર્ક સાધવો*
------------------
*આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ “DAMINI” એપ મોબાઇલમાં ડાઉનલોડ કરવા જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને અપીલ કરાઇ*
------------------
માહિતી બ્યુરો, બોટાદ તા.૮ : બોટાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવાયું છે કે, ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. ત્યારે બોટાદ જિલ્લા માટે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેના લીધે જિલ્લામાં આવેલ ડેમ / નદી-નાળા / તળાવો ઓવરફલો થવાની શક્યતાઓ રહેલ છે. ગત વર્ષોમાં લોકો દ્વારા ગફલતમાં રહી ખોટા સાહસ કરી પાણીમાં ન્હાવા પડવાથી, પાણીમાં ડુબી જવાથી તથા વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે.
આ બાબતોને ધ્યાને લઇ બોટાદ જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું, પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહી / ન્હાવા પડવું નહી, બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી. આકાશી વિજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ “DAMINI” એપ મોબાઇલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વીજળી પડવા / થવાની શ્કયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે.
ભારે વરસાદ / પુર / ચોમાસા દરમ્યાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ નંબર.(૦૨૮૪૯)-૨૭૧૩૪૦/૨૭૧૩૪૧, બોટાદ તાલુકા માટે નં.(૦૨૮૪૯)-૨૫૧૪૧૨, ગઢડા તાલુકા માટે નં.(૦૨૮૪૭)-૨૫૩૨૨૭, બરવાળા તાલુકા માટે નં.(૦૨૭૧૧)-૨૩૭૩૨૪ અને રાણપુર તાલુકા કંટ્રોલ રૂમ નં.(૦૨૭૧૧)-૨૩૮૮૮૫ ઉપર જાણ કરવા બોટાદના નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશ પરમાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.