સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

સાણંદ GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરી ઈદના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ


અમદાવાદ : સાણંદ
સાણંદ જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ગોહિલ તેમજ પોલીસ સ્ટાફની હાજરીમાં આગામી બકરીના તહેવારની ઉજવણીના ભાગરૂપે વિરોચનનગર, છારોડી કલાણા સહિતના ગામોમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી*

આગામી તારીખ 10 જુલાઈના રોજ આવનાર બકરીઈદના તહેવાર નિમિત્તે જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં શાંતિમય વાતાવરણ હેઠળ તહેવારની ઉજવણી થાય અને કોમી એખલાસ સાથે અને વિરોચનનગર હર હંમેશની જેમ કોમી એકતા અને ભાઈ ચારા માટે મિસાલ બની રહે તેવા શુભ આશ્રય સાથે આજરોજ જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા વિરોચનનગર ખાતે જીઆઇડીસી પીઆઇ એચ. બી. ગોહિલના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલે આગામી બકરી ઇદના દિવસે આપવામાં આવતી કુરબાની ખુલ્લા સ્થળે ન કરવામાં આવે અથવા તો પડદા બાંધીને તેમજ કુરબાની સમયે કોઈ ફોટોગ્રાફી કે વિડિયો ના કરવી અને સોશિયલ મીડિયા ઉપર વિડિયો કે ફોટો વાયરલ ના થાય તેની તકેદારી રાખવા સૂચન કર્યું હતું અને હાજર તમામ શાંતિ સમિતિના સભ્યોને આ અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને સમજ આપવા અનુરોધ કર્યો હતો

જેમાં ગામના સરપંચ હિતેન્દ્રસિંહ ડેપ્યુટી સરપંચ અસલમખાન સહિત શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon