શહેરમાં એક દિવસમાં ત્રણ ગણા કેસ વધ્યા, 7 દિવસમાં 70 વ્યક્તિ સંક્રમિત
રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધઘટ થઈ રહી છે. આ કારણે આરોગ્ય તંત્ર પણ વિચારે ચડ્યું છે કે, ચેપની સંખ્યામાં નજીવો વધારો આવ્યો છે પણ વધઘટ રહેતા ચેપની ગતિ કેવી રહેશે અને સંક્રમણને અટકાવવા ક્યા અને કેવા પગલાં લેવા શું કરવું જોઈએ. શહેરમાં બુધવારે 5 કેસ આવ્યા હતા તેના બીજા દિવસે ગુરુવારે 15 કેસ આવ્યા છે. જ્યારે મંગળવારે 21 કેસ હતા. આ ક્રમ સતત આવી રહ્યો છે. ગુરુવારે આવેલા કેસમાં જનતા સોસાયટીમાંથી એકસાથે 4 કેસ આવ્યા છે જેમાં 3 અન્ય પોઝિટિવ દર્દીના સંપર્કમાં હોવાનું નોંધાયું છે તેથી એક જ પરિવારમાં કેસ હોવાનું સતત બીજા દિવસે બહાર આવ્યું છે મંગળવારે બે પરિવારના 8 કેસ આવ્યા હતા. છેલ્લા 7 દિવસમાં 70 કેસ નોંધાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.