વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત તલોદ અને પોશીના ખાતે પશુ સારવાર અને રસીકરણ કેમ્પ યોજાયો
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્રારા તલોદ તાલુકાના સીમલીયા અને પોશીનાના અજાવાસ ખાતે પશુ સારવાર અને રસીકરણ કેમ્પ યોજાયો .
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસ યાત્રાની ઝાંખીને ગામે ગામ સુધી પહોંચાડવા અને લાભાર્થીઓને ઘર આંગણે જઈ ને લાભ આપવા સરકાર કટીબધ્ધ છે. આ વિકાસ યાત્રાની સાથે સાથે ગામના લોકો માટે વિવિધ ઉપયોગી માહિતી મળી શકે તે ઉદેશ્યથી રથમાં સરકારની વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવી.
વિકાસ રથની સાથે સાથે તલોદના સીમલીયા અને પોશીનાના અજાવાસ ગામમાં પશુ ચિકિત્સ અને રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૫૦૦થી વધુ પશુઓની આરોગ્ય તપાસણી અને તેમને ખરવા-મોવા રોગ સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.