ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં આજ રોજ ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
ગીર ના પાટનગર તાલાલા શહેરમાં આવેલ જલારામ મંદિર ખાતે ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર નું સુંદર આયોજન કરાયું.આ કાર્યક્રમ અંતર્ગત ભારત માતાના નારા સાથે રાષ્ટ્ર ધ્વજ ને વંદન કરી હીરાસર ફિલ્મ નિર્માતા અજયભાઈ રાઠોડ હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલાલા શહેરમાંથી તથા આજુબાજુના વિસ્તાર માંથી 122 દર્દીઓ એ ભાગ લીધો હતો. ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર કેમ્પ માં અનંત હોસ્પિટલ તાલાલા ના તબીબ ડો.એમ.એમ.જફફર હુસેન સાહેબ તથા એમનો સ્ટાફ દ્વારા દર્દી ઓની નિઃશુલ્ક સારવાર મા તપાસ, લેબોરેટરી કાડિયોગ્રામ,બી.પી તપાસ,તથા દવા નિઃશુલ્ક સેવા આપી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાગ્યોદય કલ્યાણ કેન્દ્રના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ભજગોતર,હીરાસન ફીલ્મ નિર્માતા અજયભાઈ રાઠોડ, તાલાલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રામસીભાઇ પરમાર, અરજણભાઇ જાદવ, કંચનબેન વાઢેર મહેન્દ્રભાઈ પરમાર, ગોવિંદભાઈ ચાડેરા, ડાયાભાઈ વાળા, કરસનભાઈ બામણીયા, લવ યશ ચાવડા, ભીખાભાઈ સોદરવા,તથા અન્ય આગેવાનો ઉપસ્થિત તથા પત્રકાર મિત્રો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર માવજી વાઢેર ઉના દીવ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.