સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાંવંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો********* - At This Time

સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાંવંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો*********


સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો
*********
આ સરકારે વિકાસની રાજનીતિ કરી છે જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે
                                            મંત્રીશ્રી કિર્તીસિંહ વાધેલા
******
જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં રથ ભ્રમણ કરશે
**********
    આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં હિંમતનગરના નલીનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં રથ ભ્રમણ કરશે
     આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ વંદે ગુજરાત વિકાસ યાત્રા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર્ભાઇ મોદીના દુરંદેશીપણાની મિશાલ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી પદ પર 
બિરાજમાન હતા ત્યારે તેમણે કરેલ વિકાસની રાજનીતિના પરિણામ સ્વરૂપ આજની પેઢીને તો ખબર જ નહિ હોય કે પહેલાના સમયમાં કેવી પરિસ્થિતિ હશે. વડાપ્રધાનશ્રી દ્રારા કરવામાં આવેલ વિકાસની રાજનિતીના ફળ આજે છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. ગુજરાતમાં આજે ઉધોગ ધંધાઓનો વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત થકી વિદેશી રોકાણના અવસરો ઉપલબ્ધ બન્યા છે.
       વધુમાં તેમણે ઉમેર્યું કે,મા નર્મદાના નીરને ગુજરાતના ખુણે-ખુણે પહોંચાડીને ખેતી અને પશુપાલનના વિકાસમાં મોટો ભાગ ભજવ્યો, આજે ૧૮ લાખ હેક્ટર ખેતીની જમીનને સિંચાઇઅનો લાભ સાથે પીવાનું શુધ્ધ જળ છેવાડાના માનવી સુધી  પહોંચાડ્યું છે. શિક્ષણના વિકાસ માટે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ જેવા કાર્યક્ર્મો, આરોગ્ય ક્ષેત્રે આયુષ્યમાન ભારત થકી પાંચ લાખ સુધી સહાય મળી રહી છે.૧૦૮ની સુવિધા જેવી અનેક જન કલ્યાણકારી સુવિધાઓ આપી છે.
    વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇની સરકાર આ વિકાસને આગળ ધપાવી રહી છે. સરકારની પારદર્શીતાને કારણે આજે ગામડાના છેવાડાના ગરીબ પરીવારના દિકરા-દિકરીઓ સરકારી ખાતમાં સારી જગ્યાઓ પર નોકરી મેળવી રહ્યા છે. આ સરકાર હરહંમેશા નાત-જાતના ભેદ થી પર રહીને દરેક વર્ગની ઉન્નતી અને સુખાકારીને વરેલી સરકાર છે.   
  
     આ કાર્યક્રમ અંતર્ગત ૫૦૩૮ લાભાર્થીઓને રૂ.૩,૭૮,૫૫,૯૫૪ની સાધન સહાય ચૂકવવામાં આવી તેમજ રૂ. ૧૦,૧૪,૬૪,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા ૩૬૯ જાહેર
કામોના લોકાર્પણ તેમજ  વિકાસના ૪૧૯  કામોનું જેનો અંદાજિત ખર્ચ રૂ.૬,૫૮,૪૯,૨૦૧ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ આવનારા સમયમાં નવા વિકાસના ૧૪૭ કામો અંદાજીત રૂ.૨,૫૨,૩૨,૬૪૨ના ખર્ચે થશે જેની જાહેરાત કરવામાં આવી હતી.  
          આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, ઈડર ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, જી.યુ.ડી.સી. ડાયરેક્ટર શ્રી જે. ડી. પટેલ, કલેક્ટરશ્રી હિતેષ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ જિલ્લાના અન્ય આધિકારીઓ પદાધિકારીઓ , લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો  ઉપસ્થિત રહ્યા હતા.

 

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.