પ્રાધાનમંત્રીના આગમન પૂર્વે કિશનવાડી રોડ પર વાવેલા છોડ 14 દિવસમાં ગાયબ . - At This Time

પ્રાધાનમંત્રીના આગમન પૂર્વે કિશનવાડી રોડ પર વાવેલા છોડ 14 દિવસમાં ગાયબ .


વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ અને હરણી - વારસિયા રિંગ રોડ ખાતે વિશેષ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . કિશનવાડી વિસ્તારમાં મહાવીર હોલથી છેક પંચશીલ સુધીના રસ્તે વિશેષ ક્યારા તૈયાર કરીને સંખ્યાબંધ રોપાઓ વિશેષ વ્યવસ્થા કરીને રોપવામાં આવ્યાં હતા . હવે વડાપ્રધાનની મુલાકાતના 14 દિવસ બાદ કિશનવાડી માળી મહોલ્લાથી કિશનવાડી ચાર રસ્તાની વચ્ચેના ભાગમાં 90 જેટલા ક્યારામાંથી માંડ 5 કયારામાં જ મોટા છોડવાઓ દેખાય છે . બાકીના ક્યારાઓમાંથી છોડવાઓ ગાયબ થઇ ચૂક્યા છે . બીજી તરફ આજવા રોડ પર પણ હરિયાળી જ હરિયાળી છવાયેલા લાગે તે માટે પાણી ચૂસતા કોનોકાર્પસ સહિતના ફુલ - ઝાડ છોડવાઓ રોપવામાં આવ્યાં હતા .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.