વૃદ્ધાને બેડ પરથી ઉઠાવી બહાર ફેંકી દીધાં, સાત કલાક સુધી તડપતા રહ્યાં
વોર્ડ નં.10માં દાખલ વૃદ્ધાને વહેલી સવારે આયાબેને વ્હિલચેરમાં બેસાડ્યા, 3 ઇન્ટર્ને તે ચેર લઇને વૃદ્ધાને વોર્ડ બહાર બાંકડા પર નાખીને જતા રહ્યા
આ ઘટના ખૂબ જ ગંભીર છે, જવાબદારો સામે પગલાં લઇશું અને પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરીશું : તબીબી અધિક્ષક
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શનિવારે વહેલી સવારે તબીબ વ્યવસાયને લાંછન લાગે તેવું કૃત્ય હોસ્પિટલના એક રેસિડેન્ટ અને ત્રણ ઈન્ટરની ડોક્ટરોએ કર્યું હતું. વોર્ડ નં.10માં દાખલ બિનવારસ વૃદ્ધાને વોર્ડની બહાર ફેંકી દેવાયા હતા. બપોરે આ ઘટના પ્રકાશમાં આવતા અંતે તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ જોઇને આ ઘટના ખૂબજ ગંભીર અને તંત્ર જ તેના માટે જવાબદાર હોવાનું કબૂલ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.