સમસ્ત મહાજન દ્વારા “શૈક્ષણિક સહાય યોજના” અંતર્ગત પૂર્વ નિધારીત ૪૦૦ જેટલા ઝુંપડપટ્ટીનાં બાળકોને ચોપડા , બૉલપેન વિતરણ કરાશે.
રાજકોટ વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન'નાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા 'શૈક્ષણિક સહાય યોજના' અંતર્ગત પૂર્વ નિર્ધારીત ૪૦૦ જેટલા રાજકોટમાં આવેલ રૈયા ધાર વિસ્તારની ઝુંપડપટ્ટીનાં બાળકોને નિઃશુલ્ક દરેકને પાંચ ચોપડા , બૉલપેન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર આયોજનને ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, મોહનભાઇ કુંડારિયા, મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી , શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર ડૉ. પ્રદીપભાઈ ડવ , ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ , લાખાભાઈ સાગઠિયા, રાજકીય અગ્રણીઓ કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ચંદ્રકાંતભાઈ શેઠ , જ્યોતીન્દ્રભાઈ મહેતા , અમીનેશભાઈ રૂપાણી સહિતના અનેકો અગ્રણીઓની શુભેચ્છા મળી છે. સમગ્ર આયોજન અંગે ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર અને સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહના માર્ગદર્શમાં મિતલ ખેતાણી, કુમારપાળ શાહ, પ્રતિક સંઘાણી સહીતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.