ગીરી સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં અષાઢીબીજ નિમિત્તે વિશ્વ જગતનાથજીની શોભાયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવી આ શોભાયાત્રામાં અનેક બાળકો અનેક હિન્દુ સમાજનાં લોકો ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા - At This Time

ગીરી સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં અષાઢીબીજ નિમિત્તે વિશ્વ જગતનાથજીની શોભાયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવી આ શોભાયાત્રામાં અનેક બાળકો અનેક હિન્દુ સમાજનાં લોકો ઉત્સાહથી આ શોભાયાત્રામાં જોડાયા


તા:1 ગીરી સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં વિશ્વ જગતનાથજીની શોભા યાત્રા ધામ ધૂમથી ઉજવવામાં આવી હતી જેમાં તમામ હિન્દુ સમાજના આગેવાનો અને અનેક હિંદુ સમાજના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં વરસાદી માહોલ હોવા છતાં પણ ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથજીની શોભા યાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો એમાં શાંતિપૂર્વક વાતાવરણમાં હિન્દુ સમાજ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સહકારથી આ ભવ્ય વિશાળ શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં આજે કોરોના કાળને દોઢ વર્ષ ઉપર થવા છતાં ભગવાન શ્રીનાથજીની અનેક જગ્યાએ શોભાયાત્રા અટકી પડી હતી

ત્યારબાદ આજે અમદાવાદમાં પણ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોએ શોભાયાત્રા કાઢી એક એક ગલીમાં ભગવાન શ્રીનાથજીની શોભાયાત્રાની નગર ચર્ચા કરવા માટે અનેક લોકો હિન્દુ સમાજના રીત રિવાજ મુજબ આ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કીના નારા સાથે આ શોભાયાત્રામાં અનેક લોકો ઉમટી પડ્યા હતા જેમાં કોરોના કાળ પછી છૂટછાટ મળતા આજે ભગવાન જગન્નાથની શોભાયાત્રા ધામધૂમથી ઉજવી અને ભગવાન જગન્નાથજીના અનેક લોકોએ દર્શનનો લાભ લીધો હતો જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં શોભાયાત્રા નીકળતાની સાથે ભગવાન જગન્નાથજીની મહેરબાની હોય ત્યારે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો જેમાં આજે અનેક ખેડૂતોએ ભગવાન જગન્નાથની મહેરબાનીથી વરસાદ થતા હાશકારો પણ લીધો હતો

પ્રેસ રિપોર્ટર ડિ.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon