આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટાટા મેમોરિયલ હોસ્પિટલને રૂ. 35 લાખનું આધુનિક ‘સી આર્મ‘ મશીન અનુદાન અપાયું. - At This Time

આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટાટા મેમોરિયલ હોસ્પિટલને રૂ. 35 લાખનું આધુનિક ‘સી આર્મ‘ મશીન અનુદાન અપાયું.


નવસારી ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા સંસ્થા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી દરરોજ ૧૪૦ નિરાધાર વડીલોને બપોરનું ટિફિન તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અને તેમની મેડિકલ જરૂરિયાત પણ પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે.  છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦ થી પણ વધુ વ્હીલચેરનું અનુદાન દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.  આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની સતત સેવા થી શકે તેવા હેતુ થી ટાટા મેમોરિયલ ટ્રસ્ટને રૂ. ૩૫ લાખનાં આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટનું અનુદાન આપવામાં આવ્યું છે. આ ઇક્વિપમેન્ટ એક ‘સી આર્મ’ મશીન છે જેનો ઉપયોગ દર્દીની એન્ડોસ્કોપી કરવામાં થાય છે. જરૂરિયાતમંદ લોકો અને દર્દીઓ માટે સતત કાર્યરત એવા આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. ૯૯૨૦૪૯૪૪૩૩) ભરતભાઇ મહેતા (મો.9322222928), અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦૪૩૨૭૨) ખૂબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.