સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે સહાયક માહિતી નિયામકશ્રી યુ.સી વાઘેલા નો નિવૃત્તિ અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વસંતભાઈ પટેલનો વિદાયસમારંભ યોજાયો. - At This Time

સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે સહાયક માહિતી નિયામકશ્રી યુ.સી વાઘેલા નો નિવૃત્તિ અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વસંતભાઈ પટેલનો વિદાયસમારંભ યોજાયો.


નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછારની અધ્યક્ષતામાં સમગ્ર માહિતી પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી શ્રીફળ, સાકર, શાલ ઓઢાડીને  સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું.
                       *****************
 
   સાબરકાંઠા જિલ્લા માહિતી કચેરી ખાતે 30મી જૂને વર્ગ ૨ ના અધિકારીશ્રીઓને માહિતી ખાતા દ્વારા સન્માનિત કરવામાં કરાયા હતા. શ્રી યુ.સી. વાઘેલા સહાયક માહિતી નિયામક વહીવટ વય નિવૃત્તિ થતા નાયબ માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર દ્વારા શ્રીફળ સાકર શાલ ઓઢાડીને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વસંત પટેલની ગાંધીનગર ખાતે બદલી થતાં તેમને શાલ ઓઢાડી સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર માહિતી પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી સાથે સાથે ટ્રેઝરી ઓફિસમાં સેવક તરીકે ફરજ બજાવતા શ્રીમતી બકુલાબેન ને પણ જિલ્લા ટ્રેઝરી ઓફિસર શ્રી ચૌધરી અને સમગ્ર ટ્રેઝરી પરિવાર દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી. પડોશી ધર્મ તરીકે શ્રી બકુલાબેન ની માહિતી પરિવાર દ્વારા પણ સહકર્મીઓ દ્વારા સ્મૃતિચિન્હ આપી તંદુરસ્ત દીર્ઘાયુષ અને નિવૃત્તીમય જીવન પરિવાર સાથે સારી રીતે પસાર કરે તેવી સૌએ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
   શ્રી યુ.સી. વાઘેલા ની નોકરીની શરૂઆત રેવન્યુ ડીપાર્ટમેન્ટ ભિલોડામાં થઈ હતી અને ત્યારબાદ તેઓ માહિતી ખાતામાં પ્રથમ માલપુર, અમદાવાદ, ગાંધીનગર,મહેસાણા,આણંદ અને ભરૂચ ખાતે પ્રમોશન
મળતા સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી હતી અને આ જ સંવર્ગમાં તેમની બદલી જિલ્લા માહિતી કચેરી હિંમતનગર ખાતે થતા આ જિલ્લામાં નોકરીની શરૂઆત અને આ જિલ્લામાં નિવૃત્તિનો અવસર તેમને પ્રાપ્ત થયો છે સરકારી સેવાના ૩૮ વર્ષની સેવાઓ આપી તેઓ 30મી જૂને સુખરૂપ નિવૃત્ત થયા છે.
    આ પ્રસંગે માહિતી પરિવારના શ્રી હરીશભાઈ પરમાર, શ્રી વિકટર ડામોર, શ્વેતા પટેલ, જે. એ. પરમાર, શ્રીમતી અસારીબેન, સેવક શ્રી તરાર, શ્રી ભરત પટેલ, ડ્રાઇવર શ્રી મેહુલ પટેલ, શ્રી ભરાડા અને ફોટોગ્રાફર શ્રી સતીશ ભટ્ટ ઉપસ્થિત રહીને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી.
 
***********
    અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાની વિવિધ કચેરીઓમાંથી અન્ય અધિકારી, કર્મચારીઓ પણ  વય નિવૃત થયા હતા. જેમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પોલીસ વડાશ્રી વિશાલકુમાર વાઘેલાની અધ્યક્ષતામાં ૧૬ કોન્સ્ટેબલ એક અધિક્ષક એક સિનિયર ક્લાર્ક તથા એક પી.આઈ મળી કુલ ૧૯ પોલીસ કર્મીઓ પોલીસ પરિવાર માંથી સેવા નિવૃત્ત થતા શુભેચ્છા પાઠવી હતી અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.   
    જ્યારે હિંમતનગર  પાણી પુરવઠા વિભાગ જલ ભવન ખાતે  નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી કે.ડી લીંબાચીયા અને શ્રી એન.સી શાહ હિશાબનીશની અધ્યક્ષતામાં શ્રી એ.કે. ગોસ્વામી, શ્રી પી.એમ. ઝાલા અને શ્રી આર.એચ. નાડીયા એમ ત્રણ સેવક ૬૦ વર્ષે વયનિવૃત થતાં તેમને દીર્ઘાયુની શુભકામનાઓ પાઠવી સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયા હતા.  

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.