આજીવન કેદના આરોપી પેરોલ પર છુટી ફરાર રહેલા રાજેશ દુબલને ક્રાઇમબાંન્ચે દબોચ્યો - At This Time

આજીવન કેદના આરોપી પેરોલ પર છુટી ફરાર રહેલા રાજેશ દુબલને ક્રાઇમબાંન્ચે દબોચ્યો


રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચ પોલીસએ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા અને પેરોલ પર છુટ્યા બાદ ફરાર થઇ ગયેલા શખ્સ રાજેશ ઉર્ફ મિતેન અરવિંદભાઇ દૂબલ (ઉ.51-રહે. હનુમાન મઢી ચોક, અલ્કાપુરી-1, રૈયા રોડ)ને પકડી લઇ જેલમાં રજૂ કર્યો છે.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાની રાહબરીમાં એએઅસાઇ બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર અને કનકસિંહ ગોહિલની બાતમી પરથી રાજેશ ઉર્ફ મિતેનને અલ્કાપુરી રોડ પરથી પકડી લેવાયો હતો. તેના વિરુદ્ધ વર્ષ 2015માં એ-ડિવીઝન પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હોઇ તે હાલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો છે.રાજકોટ જેલમાંથી તા. 9/6ના રોજ 15 દિવસની પેરોલ રજા મળી હતી. જે 25મીએ પુરી થઇ ગઇ હોય છતાં જેલમાં હાજર થયો નહોતો.હાલ તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.