રથયાત્રાનું આયોજન હોવાથી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવેનું જાહેરનામુ - At This Time

રથયાત્રાનું આયોજન હોવાથી પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવેનું જાહેરનામુ


રાજકોટમાં શહેરમાં આવતીકાલે રાજકોટમાં ભવ્ય રથયાત્રાનું આયોજન હોવાથી પોલીસ બંદોબસ્ત ની સંપૂર્ણ તૈયારી શરૂ થતી જોવા મળી રહી છે અને ટ્રાફિક નિયમને લઈને પણ પોલીસે આયોજન ઘડયું છે. જેમાં રથયાત્રાના રૂટ પર નો એન્ટ્રી અને નો પાર્કીંગ ઝોન જાહેર કરાયા છે, જયાં જયાંથી રથયાત્રા પસાર થવાની છે ત્યાં ટ્રાફિક નિયમન ન ખોરવાય તે માટે રસ્તા ડાયવર્ટ કરાયા છે.

આ અંગે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ આવતીકાલે તા.1-7-22 ના રોજ યોજાનાર રથયાત્રા શ્રી જગન્નાથ મંદિર કૈલાસ ધામ આશ્રમથી શરૂ કરી નાનામૌવા ગામ, મોકકાજી સર્કલ, વૃંદાવન સોસાયટી મેઈન રોડ, ન્યારા સંપ કાલાવડ રોડ, નીલ દા ધાબા થી પુષ્કર ધામ મેઈન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, ટી-પોઈન્ટ, એચ.પી.પેટ્રોલપંપથી સાધુ વાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટી થી રૈયા રોડ, બાપાસીતારામ ચોક, રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોક, આમ્રપાલી અંડરબ્રીજ, કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર મેઈન રોડથી સદર પોલીસ ચોકી, હરીહર ચોક, લીમડા ચોક, એસ.બી.આઈ. ટી-પોઈન્ટ, ત્રીકોણબાગ ચોક, ઢેબર ચોક, સાંગણવા ચોક, રાજેશ્રી સીનેમા, ભુપેન્દ્ર રોડ, શ્રી સ્વામીનારાયણ મંદિરથી ભુપેન્દ્ર રોડ ટી-પોઈન્ટ, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, કેનાલ રોડ બોમ્બે આર્યન થી કેવડાવાડી મેઈન રોડ, પવનપુત્ર ચોક, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઈન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવનથી સહકાર મેઈન રોડ, ત્રિશુલ ચોક, ઢેબર કોલોની, ઢેબર રોડ, પી.ડી.એમ. ફાટક થઈ પી.ડી.એમ. કોલેજ થઈ સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, આનંદ બંગલા ચોક, મવડી મેઈન રોડ, મવડી ફાયર બ્રિગેડથી માયાણી ચોક, રાજનગર ચોકથી, નાના મૌવા મેઈન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાનામૌવા ગામથી કૈલાસ ધામ નીજ મંદિર ખાતે પરત આવી પૂર્ણ થશે.

જે રસ્તા ડાયવર્ટ કરાયા છે તેમાં નાના મૌવા ગામ મોકકાજી સર્કલ વૃંદાવન સોસા. મેઈન રોડ, ન્યારી સંપ કાલાવાડ રોડ, ન્યારીસંપ કાલાવાડ રોડ, નીલ દા ધાબા, કાલાવાડ રોડ પુષ્કર ધામ મેઈન રોડ, જે.કે.ચોક, આકાશવાણી ચોક, યુનિ. રોડ સાધુ વાસવાણી રોડ ટી પોઈન્ટ એચ.પી. પેટ્રોલ પંપથી સાધુ વાસવાણી રોડ આ બધા વિસ્તારોના રોડપર ડાબી બાજુ સાઈડનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી સાઈડના રોડ ઉપર આવક જાવક કરી શકાશે. આલાપ ગ્રીન સીટીથી રૈયા રોડથી બાપા સીતારામ ચોકથી, રૈયા ચોકડી સુધી ડાબી સાઈડનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી સાઈડના રોડ ઉપર આવક જાવક કરી શકાશે

રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, આઝાદ ચોકથી આમ્રપાલી અંડર બ્રીજ, કિશાનપરા ચોકથી જીલ્લા પંચાયત ચોક. એસબીઆઈ ટી પોઈન્ટથી ત્રિકોણબાગ ચોક. સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ મેઈન રોડ, સુતા હનુમાન, નીલકંઠ ટોકીઝ, દેવપરા ચોક, આંબેડકર ભવન કોઠારીયા રોડ, ધવલ ઈલેકટ્રીકસ સહકાર મેઈન રોડ, આ બધા વિસ્તારોના મેઈન રોડ ડાબી બાજુ સાઈડનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી સાઈડના રોડ ઉપર આવક જાવક કરી શકાશે.

રાજનગર ચોકથી, નાના મૌવા મેઈન રોડ, નાના મૌવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, અજમેરા શાસ્ત્રીનગર, નાના મૌવા ગામથી કૈલાસ ધામ નીજ મંદિર સુધી ડાબી સાઈડનો રોડ બંધ કરી તેની જગ્યાએ જમણી સાઈડના રોડ ઉપર આવક જાવક કરી શકાશે. આમ, રથયાત્રાને લઈ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તેવા પગલા લેવામાં આવશે.

અષાઢી બીજ અને રથયાત્રાના તહેવાર નિમિતે ફુલછાબ ચોકથી સદર પોલીસ ચોકી અને ફુલછાબ ચોકની ખોડીયાર હોટલથી સદર પોલીસ ચોકી તા.30 જૂન અને 1 જુલાઈના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનો માટે નો-એન્ટ્રી રહેશે તેમ પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon