બાલાસિનોર તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં પુર્ણા યોજના અંતર્ગત કિશોરીઓનું સંમેલન યોજવામાં આવ્યુ - At This Time

બાલાસિનોર તાલુકાના આંગણવાડી કેન્દ્રોમાં પુર્ણા યોજના અંતર્ગત કિશોરીઓનું સંમેલન યોજવામાં આવ્યુ


મહીસાગર જીલ્લા આઈ.સી.ડી.એસ દ્વારા બાલાસિનોર તાલુકાનાં આંગણવાડી કેન્દ્ર ખાતે પુર્ણાસખી અને સહસખી કિશોરીઓનું પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન.એ ડામોરની અધ્યક્ષતામાં સંમેલન યોજવામા આવ્યું હતું.  
પ્રોગ્રામ ઓફિસર સબલા કીટ વિશે માહિતી પણ આપી પુર્ણા સખી અને ટીએચઆર(પુર્ણા શક્તિ) ખાવાથી થતાં ફાયદા અને દરરોજ કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ અને શા માટે પ્રમાણસર ખાવું જોઈએ તે બાબતે સમજણ આપી હતી. તેમજ આઇએફએ ગોળી ખાવાના ફાયદા વિશે પણ સમજણ આપી હતી.
વધુમાં તેમણે કિશોરીઓને વોકેશનલ તાલીમ, કૌશલ્ય વર્ધન તાલીમ વિશે માહિતગાર કર્યા હતા. પુર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં અપાતી સેવાઓ વિશે જાણકારી આપવામાં આવી. કિશોરીઓમાં અંગત સ્વછતા બાબતે સમજણ આપી સેટકોમ વિડીયો બાતાવવામાં આવ્યા. 
આ સંમેલનમાં આઈસીડીએસની પોષણ અને બિનપોષણ સેવાઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કિશોરીઓને મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવી, વાનગી નિદર્શન અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી અને સહસખી કિશોરીઓને વજન, ઊચાઈ અને બી.એમ.આઇ કરવામાં આવ્યા હતા. કિશોરીઓનો HB ટેસ્ટ કરવામાં આવ્યો હતો.મહીસાગર જીલ્લામાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.