શહેરના રેલ્વે સ્ટેશન થી શહેર પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રુટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું. - At This Time

શહેરના રેલ્વે સ્ટેશન થી શહેર પોલીસ કમિશ્નર તથા ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રુટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું.


આવતીકાલે શહેરમાં ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા નિકળનાર છે બપોરે 2 : 30 કલાકે શહેરના સ્ટેશન થી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળનાર છે જેને લઇને વડોદરા પોલીસ દ્વારા શહેર પોલીસ કમિશ્નર ડો . શમશેરસિંઘ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની ઉપસ્થિતિમાં રેલવે સ્ટેશન ખાતેથી સમગ્ર રૂટ પર રિહર્સલ યોજવામાં આવ્યું હતું જેમાં વડોદરા પોલીસ , એસ . આર . પી . તથા સી . આઇ . એસ . એફ . અને હોમગાર્ડ , એસ . ઓ . જી . , ડી સ્ટાફ સહિત તમામ પોલીસ ના જવાનો સાથે જ શી ટીમ , મહિલા પોલીસ પણ જોડાયા હતા . શહેર પોલીસ કમિશનર ડો . શમશેરસિંઘે જણાવ્યું હતું કે , સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઇન્ટ્સ પણ ગોઠવવામાં આવ્યા છે બોડી કેમેરા સહિત ડ્રોન અને હાઇટેક કેમેરાથી પોલીસ તમામ રુટપર નજર રાખશે સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે , શાંતિમય વાતાવરણ વચ્ચે આ શોભાયાત્રા બેઠક પણ યોજવામાં પૂર્ણ થાય તે માટે આજે શાંતિ સમિતિની આવી હતી .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.