હીરાને દોરી મારવાનું લેટ મશીનની ચોરીના આરોપીને શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન - At This Time

હીરાને દોરી મારવાનું લેટ મશીનની ચોરીના આરોપીને શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન


.
જે અન્વયે તા.૧૩/૦૫/૨૦૨૨ ના રોજ બપોરના ૧૪/૩૦ થી ૧૫/૦૦ વાગ્યા દરમ્યાન અરજદાર પોતાની દુકાનનું શટર બંધ કરી નમાજ પઢવા માટે ગયેલ તે દરમ્યાન બહાર ઓટલા પર પડેલ હીરાને દોરી મારવાનો લેટ (મશીન) જેની કિંમત આશરે ૬,૦૦૦ /- ની કોઈ અજાણ્યો મો.સા. ચાલક ચોરી કરીને લઇ ગયેલ હોય, ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં લેટ (મશીન) મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી તથા આઉટસોર્સથી ફરજ બજાવતા એન્જીનિયરોએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી જ્યોતિગ્રામ સર્કલ લોકેશનના કેમેરાના આધારે લેટ (મશીન) ચોરી કરી ભાગી ગયેલ મો.સા. ચાલકનો રજી.નં. GJ-4-BJ-4460 શોધી કાઢી સદર મો.સા. નંબરનુ ITMS સોફ્ટવેરમાં એલર્ટ નખાવી વોચમાં રહી તા.૨૨/૦૬/૨૦૨૨ નાં રોજ હવેલી ચોકના કેમેરામાં સદર મો.સા.નુ એલર્ટ આવતા તુરંત જ મો.સા. ચાલકને પકડી બોટાદ પો.સ્ટે. ખાતે આપતા ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૨૧૧૦૨/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદામાલઃ-
(૧) હીરાને દોરી મારવાનો લેટ (મશીન) કિંમત રૂપિયા ૬,૦૦૦/-

કામગીરીમાં જોડાયેલ અધિકારીશ્રી તથા કર્મચારીઓ:-
(૧) પો.સબ.ઇન્સ.શ્રી એ.બી.પરમાર નેત્રમ ઇન્ચાર્જ
(૨) પો.સબ.ઇન્સ.શ્રી એમ.બી.બારૈયા (બોટાદ પો.સ્ટે.)
(૩) પો.કો. વિરેન્દ્રભાઈ ભાભલુભાઈ (બોટાદ પો.સ્ટે.)
(૪) પો.કો. અમીરાજભાઈ પ્રવીણભાઈ (બોટાદ પો.સ્ટે.)
(૫) પો.કો. પ્રદીપભાઈ રણુભાઈ (બોટાદ પો.સ્ટે.)
(૬) આ.લો. હાર્દિકભાઇ જયંતીભાઇ કચીયા
(૭) આ.સોર્સ સીની.એન્જી. અજય બી. મુળિયા
(૮) આ.સોર્સ જુની.એન્જી. કિશન કે. સાબવા

riport -asharaf jangad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.