મમતાને લાંછન : બે દિવસની બાળકીએ ખેતરમાં રડતી મુકી ગઈ નિર્દયી મા, રીક્ષાવાળાએ બચાવ્યા પ્રાણ
- રિક્ષાવાળાએ બાળકીનો રડવાનો અવાજ સાંભળી તેને ઉપાડી અને હોસ્પિટલ ખાતે લઈ ગયામેરઠ, તા. 29 જૂન 2022, બુધવારઉત્તર પ્રદેશના મેરઠ ખાતે એક નવજાત બાળકી શેરડીના ખેતરમાંથી મળી આવી છે. મેરઠના માછરા વિસ્તારમાંથી કોઈ નિર્દયી માતા પોતાની નવજાત બાળકીને શેરડીના ખેતરમાં મરવા માટે મૂકીને જતી રહી હતી. આ બાળકીની ચીસો શેરડીના ખેતરમાં સંભળાતા ત્યાંથી પસાર થઈ રહેલા એક રીક્ષા ચાલકે અવાજ સાંભળ્યો હતો. તેમણે આ બાળકીને ઉપાડીને લીધી અને તેને હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલની ટીમે ચાઈલ્ડ લાઈનને સૂચના આપી હતી. હવે આ બાળકી ચાઈલ્ડ લાઈનની ટીમ સાથે છે અને આ ટીમે બાળકીનું નામ અપર્ણા રાખ્યુ છે.મેરઠ ચાઈલ્ડ લાઈનના ડિરેક્ટર અનીતા રાણાએ જણાવ્યુ કે તેમના ફોન ઉપર CHO માછરાના ડોક્ટર મનીષે સૂચના આપી હતી કે, 2 દિવસની એક નવજાત બાળકીને એક રીક્ષા ચાલકે ત્યજી દેવાયેલી સ્થિતિમાં શેરડીના ખેતરમાંથી ઉઠાવીને લાવ્યા હતા. તે સમયે બાળકીની હાલત નાજુક હતી અને તે માટીથી ખરડાયેલી હતી. ચાઈલ્ડ લાઈનની ટીમે આ અંગે પોલીસને જાણકારી આપી હતી.માહિતી મળતા જ ચાઈલ્ડ લાઈનના કોઓર્ડિનેટર નિપુણ કૌશિક, રેલવે કોઓર્ડિનેટર અજય કુમાર, શિલ્પી, શિવમ અને પવનકુમાર બાળકીને લેવા માટે સીએચસી પહોચ્યા હતા. સીએચસીમાં ડોક્ટરોએ બાળકીની સંપૂર્ણ તપાસ કરી હતી. ત્યારબાદ જણાવ્યુ હતું કે, હવે બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. ત્યાર બાદ પોલીસે કિઠૌર પોલીસ સ્ટેશનમાં જીડી એન્ટ્રી બાદ બાળકીને ચાઈલ્ડ લાઈનને સુપરત કરી હતી. ચાઈલ્ડ લાઈને સમિતિને જાણ કરી દીધી છે. બાળકી હવે ચાઈલ્ડ લાઈન પાસે છે. ચાઈલ્ડ લાઈનના ડિરેક્ટર અનીતા રાણાએ લોકોને અપીલ કરી છે જેણે પણ આ બાળકીને ત્યજી છે અથવા જે કોઈ પણ આ બાળકીના પરિવાર વિશે જાણે છે. તેઓ કૃપા કરીને ચાઈલ્ડ લાઈનને માહિતી આપે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.