પંચમહાલ એસઓજી પોલીસે રદ થયેલી જુની ૯૦ લાખની નોટો સાથે છ ઈસમોને ઝડપી પાડ્યા - At This Time

પંચમહાલ એસઓજી પોલીસે રદ થયેલી જુની ૯૦ લાખની નોટો સાથે છ ઈસમોને ઝડપી પાડ્યા


ગોધરા

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના રામપુર પાસે પંચમહાલ એસ.ઓ.જી પોલીસએ ભારત સરકાર દ્વારા બંધ કરેલ ચલણી નોટો પકડી પાડી છ. જેટલા ઈસમોમી અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી

૯૭,૫૦,૦૦૦ રૂપિયા ભારત સરકાર દ્વારા બંધ કરેલ ચલણી નોટો જપ્ત કરી છે.

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના રામપુર ગામ પાસે મારુતિ કંપની ની ઇકો ગાડીમાં આ બંધ થયેલ ચલણી નોટો લઈ ને જઈ રહ્યા હોય તેવી એસ.ઓ.જી પોલીસ ને બાતમી મળી હતી જેના આધારે પંચમહાલ એસ.ઓ.જી પોલીસે વોચ ગોઠવી હતી.અને પોલીસે બાતમીના વર્ણનવાળી ગાડી આવતા તેને ઉભી રખાવી હતી અને તેમને પુછપરછ કરતા કોઈ સરખો જવાબ નહી આપી શક્યા હતા

,પોલીસ દ્વારા તપાસ કરવામા આવતા જુની ભારત સરકાર દ્વારા બંધ કરી દેવામા આવેલી 500 રુપિયાની ચલણી નોટોનો જથ્થો ઝડપાઈ ગયો હતો. પકડાયેલા ઈસમોમાં જેમાં ત્રણ મોરવા તાલુકા ના ઈસમો અને ત્રણ શહેરા તાલુકા ના છે, આ ભારત સરકાર દ્વારા બંધ થયેલ ચલણી નોટો નું આ ઈસમો શું કરવાના હતા તે હાલ અકબંધ છે.આ નોટો હાલ ક્યા લઈ જવાના હતા અને ક્યાથી લાવ્યા તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.