એક પ્રેમાળ ખેડુત પિતાએઅનોખી રીતે દિકરી જન્મના વધામણા કર્યા - At This Time

એક પ્રેમાળ ખેડુત પિતાએઅનોખી રીતે દિકરી જન્મના વધામણા કર્યા


૨૨ વર્ષ પહેલા દિકરીના જન્મની ખુશીમાં પ્રકૃતિક પધ્ધતિથી આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યાં હતા
*******
આજે વર્ષે આઠ લાખની કમાણી પ્રાકૃતિક ખેતી થકી કરે છે
*******
          સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના વસાઇના દેસાઇ પરેશભાઇ ધીરાભાઇએ ૨૨ વર્ષ પહેલા પોતાની લાડકવાઇના જન્મની ખુશીમાં પોતાની ૬ એકર જમીન પર પ્રાકૃતિક પધ્ધતિથી આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યા હતા. પરેશભાઇ પોતે એમ.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યો છે અને પોતે ઇડર કૃષ્ણનગરની શ્રીજી હર્બલ પોડક્ટ બનાવતી કંપનીમાં નોકરી કરે છે. આજે તેમની લાડકવાઇ પણ એમ.એસ.સીમાં અભ્યાસ કરી રહી છે.. 
          પરેશભાઇ જણાવે છે કે, ૨૨ વર્ષ પહેલા જ્યારે મારા ઘરે દિકરીનો જન્મ થયો ત્યારે હું ખુબ જ ખુશ થયો હતો અને તે ખુશીને જિવંત રાખવા અને દિકરી જન્મની યાદ તાજી રાખી પર્યાવરણ સચવાય તે હેતુથી મેં મારા ખેતરમાં આંબા અને ચીકુંના વૃક્ષો વાવ્યા હતા. આ વૃક્ષો વાવી મે નિર્ણય કર્યો કે આ વૃક્ષોમાં હું ક્યારેય રાસાયણીક ખાતરોનો ઉપયોગ નહી કરું. મારા પિતાના કહેવાથી હું આ વૃક્ષોમાં માત્ર અને માત્ર

ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ઉત્પાદન વધવા લાગ્યું, ખર્ચમાં ધટાડો થયો, જમીન પોચી અને ભરભરી થઇ, પાણીનો બચાવ થવા લાગ્યો, રોગ અને જીવાતનું પ્રમાણ ઓછુ થયું, આવકમાં વધારો થયો. અનાજ, ફ્રૂટ, શાકભાજી, ઘાસચારો સાત્વિક મળવા લાગ્યો છે.
     હાલમાં પરેશભાઇ પાસે બે દેશી ગાય છે અને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત  ૬ એકર જમીનમાં
આંબા, ચીકુ, બાજરી, ઘઉં, મગફળી, મગ, કપાસ અને ઘર વપરાશ માટે શાકભાજીની ખેતી કરે છે. તેમણે ઉમેર્યું કે કેમિકલનાં ઉપયોગથી ખેતીની આવક ૪,૦૦,૦૦૦/- પરંતુ  ખર્ચ:- ૧,૨૦,૦૦૦/-અને નફો:- ૨,૮૦,૦૦૦/- જ્યારે પ્રાકૃતિક ખેતીનાં ઉપયોગથી ખેતીની આવક: ૯,૦૦,૦૦૦, ખર્ચ:- ૧,૦૦,૦૦૦/- અને નફો:- ૮,૦૦,૦૦૦/- છે. તો હવે ખેડુતે જ વિચારવાનું કે એનો નફો શેમા છે. હા, શરૂઆતમાં મુશ્કેલીઓ પડશે પરંતુ ધીમે ધીમે ફાવટ આવતા તમને જાતે જ અનુભવ થશે કે ખરેખર સાચે નફો છે. પ્રકૃતિના સંવર્ધન થકી આવક બમણી થશે.  
       પ્રાકૃતિક ખેતી દ્રારા પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય બચાવવાની એક પહેલ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનું સમાધાન છે અને ખેડૂતો માટે વરદાન છે. 
૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.