પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ - At This Time

પોળોના જંગલમાં પ્લાસ્ટીકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ


સાબરકાંઠાનુ કાશ્મિર ગણાતા પોળોના જંગલો તેના કુદરતી સૌદર્યના કારણે અને છેલ્લા ત્રણેક વર્ષથી ઉજવાતા પોળો ઉત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક લોકો આ જંગલની મુલાકાતે આવે છે.આ પૌરાણિક જંગલોમાં ૧૪ જેટલા પારાણિક લાખેણ જૈન મંદિર તથા શારણેશ્વર મંદિર પુરાતત્વ મંદિર આવેલા છે. જેના ટુરીઝમ વિકાસ માટે ટુરીઝમ કોર્પોરેશન ગુજરાત સરકાર તથા વન વિભાગ દ્વારા ઇકો ટુરીઝમ સેન્ટરના વિકાસની કામગીરી કરવામાં આવે છે. આથી ગુજરાત રાજ્યમાં ખ્યાતિ વધતા સદર વિસ્તારમાં સતત પ્રવાસીઓનો વધારો થાય છે.
  આ પ્રવાસીઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુઓ લઈને આવે છે. તેમા મોટા ભાગે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ થાય છે.પોળોના જંગલોમાં પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓને થતુ નુકશાન અટકાવવા પ્લાસ્ટીકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
    આ હુકમ તા.૦૭ ઑગસ્ટ ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને કલમ ૧૮૮ હેઠળ  શિક્ષાને પાત્ર થશે. 

 
 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.