જિલ્લાની અગ્રણી એન.જી.ઓ. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનું વાર્ષિક મિલન યોજાયું.
અમરેલી : અમરેલી જિલ્લાની અગ્રણી એન.જી.ઓ. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનું વાર્ષિક મિલન જિલ્લાના અગ્રણી કેળવણીકાર શ્રી આર.એલ.કાચાના અધ્યક્ષ સ્થાને અને પ્રા.જે.એમ.તલાવીયા તથા બીપીનભાઈ જોશીના અતિથિ વિશિષ પદે મળી ગયું.
આ વાર્ષિક મિલનમાં સંસ્થાના કાર્યકરો, ભૂતપૂર્વ કાર્યકરો, વિવિધ પ્રોજેક્ટ સાથે જોડાયેલા ખેડૂતો.મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમની શરૂઆત સર્વ ધર્મ પ્રાર્થના અને દીપ પ્રગટય થી થયું હતું. સ્વાગત સંસ્થાના કાર્યકર અવંતીકાબેન તંતી દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના વિવિધ પ્રોજેક્ટના કાર્યકરો અને લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા શિક્ષિકા તરુંલતાબેન વ્યાસ, તાલીમ ભવનના ડો.ચાપાનેરી, ડી. આર.ડી.એ.ના શ્રી વાઢેર, પી.ડી.લાઈફના શ્રી સુરેશભાઈ ગોહિલ, સંસ્થાના ટ્રસ્ટી શ્રી નયનભાઈ ગાંધી, શ્રીમતી પુષ્પાબેન ગોહિલ, શ્રીમતિ કંચનબેન વાગડીયા, આંગણવાડી સુપર વાઇઝર શ્રીમતી મનીષાબેન વાળા અને શ્રી દેવચંદભાઈ સાવલિયા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના કાર્યકર્તા શ્રી નરેન્દ્રભાઇ પોંકિયાએ આભાર વિધિ કરી હતી તેમ ધીરુભાઈ વાગડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.