ચ-માર્ગ ઉપર સેક્ટર-29ના કટ નજીક સ્કૂલવાનની અડફેટે બાઇકસવારનું મોત
ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચેઅકસ્માત સર્જીને ભાગવા જતા લોકોએ સ્કૂલવાનનો પીછો કર્યો ઃ રસ્તા વચ્ચે જ બાળકો સાથે વાન મુકી ચાલક ફરારગાંધીનગર : ગાંધીનગર શહેરના પહોળા માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી
છે ત્યારે આજે બપોરના સમયે બાઇકસવારને
અડફેટે લઇને સ્કૂલવાનનો ચાલક ભાગવા લાગ્યો હતો જો કે, લોકોએ તેનો પીછો
કરતા બાળકોને અને વાનને રસ્તા ઉપર મુકીને તે ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં
બાઇકચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ મામલે સે-૨૧ પોલીસે ગુનો દાખલ કરવાની
તજવીજ શરૃ કરી હતી.ગાંધીનગરમાં અકસ્માતના બનાવોની સાથે હિટ એન્ડ રનની ઘટનાઓ
વધી રહી છે. શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયા બાદ બાળકોને શાળાએ લઇ જતી સ્કૂલવાનના ચાલકો
પણ ગતિમર્યાદાના નિયમોનું પાલન કર્યા વગર જ બેફામપણે વાહન હંકારી રહ્યા છે ત્યારે
આજે શહેરના ચ માર્ગ ઉપર સે-૨૯ના કટ પાસે બાળકો ભરીને જતી સ્કૂલવાનના ચાલકે બાઇકને
અડફેટે લીધું હતું આ અકસ્માત સર્જીને વાનનો ચાલક ઉભા રહેવાને બદલે પુર ઝડપે
ત્યાંથી ભાગવા લાગ્યો હતો જેથી અન્ય વાહનચાલકોએ તેનો પીછો કરીને ઉભો રાખ્યો હતો જો
કે, બાળકોને
વાન સાથે રસ્તા ઉપર મુકીને જ આ સ્કૂલવાન ચાલક ભાગી ગયો હતો. જેના પગલે બાળકો પણ
હેબતાઇ ગયા હતા બીજીબાજુ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાદરા ગામમાં રહેતા અને
સે-૧૫ની કોલેજમાં અભ્યાસ કરતા જૈમિન મહેશભાઇ વાઘેલાનું મોત નિપજ્યું હતું.
અકસ્માતની આ ઘટના અંગે સે-૨૧ પોલીસે ગુનો દાખલ કરવા માટે તજવીજ શરૃ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.