હિંમતનગરના બળવંતપુરામાં રૂ. ૧૦.૪૭ કરોડનાખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી સબ સ્ટેશનનું લોકાપર્ણ કરાયું.
*હિંમતનગરના બળવંતપુરામાં રૂ. ૧૦.૪૭ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે.વી સબ સ્ટેશનનું લોકાપર્ણ કરાયું.*
******************
*કિસાન સૂર્યોદય યોજનાથી ધરતીપુત્રોના જીવનમાં નવો અજવાસ પથરાયો છે*. - *મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર*
******************
રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભરૂચ જિલ્લાના ઝઘડીયાથી રાજયના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત સબ સ્ટેશનનું લોકાપર્ણ કર્યુ હતું જેમાં હિંમતનગરના બળવંતપુરા ખાતે રૂ. ૧૦.૪૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ૬૬ કેવી સબસ્ટેશનનું વ્ચર્યુયલ લોકાપર્ણ કર્યુ હતું
હિંમતનગરના ટાઉન હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી તથા શિક્ષણ અને સસંદીય રાજય મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બે દાયકા પહેલા લોકોને વાળુ ટાણે વીજળી મળી રહે તે એક મોટો પ્રશ્ન હતો પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયોતિગ્રામ યોજના અમલમાં મુકીને દેશમાં સૌ પ્રથમવાર ૨૪ કલાક વીજળી આપતુ રાજય ગુજરાતને બનાવ્યું, આજે આદિવાસી વસતી ધરાવતા સાબરકાંઠા જેવા જિલ્લામાં પણ ૫૯ સબ સ્ટેશન કાર્યરત થયા છે, આગામી સમયમાં હજી વધુ ૧૧ નવા સબસ્ટેશન કાર્યન્વિત બનશે જેથી વીજદબાણના પ્રશ્નનો નિરાકરણ આવશે અને આસપાસના વિસ્તારમાં પુરતા વીજદબાણ સાથે ખેતીવાડીમાં પણ દિવસે વીજળી મળતી થશે. તેમણે કિસાન સૂર્યોદય યોજનાની વાત કરતા ઉમેર્યુ હતું કે, કિસાનોને રાત્રિના સમયે જંગલી જાનવરને લઇ મુશ્કેલી સર્જાતી હતી તેનો કાયમી ઉકેલ લાવીને ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી સુચારૂ વ્યવસ્થા ઉભી કરી છે જેના થકી ખેડૂતોના જીવનમાં નવો અજવાસ પથરાયો છે. બળવંતપુરા સબસ્ટેશનની શરૂઆત કરાતા પાંચ ગામના ૮૨૦૯ વીજગ્રાહકોને સીધો ફાયદો થશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સબ સ્ટેશનના લોકાપર્ણ વેળાએ સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનાબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઇ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી જે.ડી.પટેલ, કૌશલ્યાકુંવરબા સહિત અધિક્ષક ઇજનેર શ્રી શાહ સહિત આસપાસના ગ્રામજનો અને વીજકર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. *********************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.