જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં એક યુવાને પત્ની અને માતા વચ્ચેના ઝઘડાથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો - At This Time

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં એક યુવાને પત્ની અને માતા વચ્ચેના ઝઘડાથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો


જામનગર તા 25 જુન 2022,શનિવાર જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની પત્ની અને માતા વચ્ચે ઘર કંકાસ બાબતે ઝઘડો ચાલતો હોવાથી જિંદગીથી તંગ આવીને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવાસ યોજનાના ફ્લેટ નંબર ૨૦૭માં રહેતા વિશાલ વિનોદભાઈ ખુદાઈવાલા નામના ૩૩ વર્ષના ખારવા જ્ઞાતિના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે.આ બનાવ અંગે મૃતકની પત્ની બિંદીયાબેન વિશાલભાઈએ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલ આર.ડી ગાંભવા ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.પોલીસ માં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન વિશાલ કે જેના પત્ની બિંદીયાબેન તથા માતા વચ્ચે બોલાચાલી થઇ હતી. ઘર કંકાસ બાબતે સાસુ-વહુના ઝઘડાને કારણે પોતે કંટાળી ગયો હતો, અને પોતાની જિંદગી સમાપ્ત કરી લેવા માટે ગળાફાંસો ખાઇ લીધો હતો. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.મૃતક યુવાન બ્રાસપાર્ટના કારખાનામાં મજૂરી કામે જતો હતો. જેના બે સંતાનો પિતા વિહોણા બન્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.