સાયલા પોલીસ દ્વારા કેસરપર ગામે રેઈડ પડતા મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપાયો
સાયલા તાલુકામાં દિન પ્રતિદિન દારૂ, જુગાર, મારામારી જેવા ગુન્હાઓ વધતા જાય છે. જે પોલીસ માટે પડકાર રૂપ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબ તથા લીંબડી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી.પી.મુંધવા સાહેબ તેમજ સર્કલ પો.ઈન્સ શ્રી ડી.એમ.રાવલ સાહેબ ના સૂચન અનુસાર આજરોજ સાયલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રી એમ.એચ.સોલંકી ને બાતમી મળેલ કે , કેશરપર ગામે રમેશભાઇ ઉર્ફે ટીડા ના મકાન માં ભારતીય બનાવટનો વિદેશી દારુ ઉતરી રહેલ છે . જે બાતમી આધારે કેશરપર ગામે રમેશભાઇ ઉર્ફે ટીડો ખીમાભાઇ ફીસડીયા ના મકાન ખાતે સ્ટાફ ના માણસો તથા પંચો સાથે રેઈડ કરતા સ્થળ ઉપરથી સદર ઇસમ હાજર મળી આવેલ તેમજ ઘર આગળ થી એક આઇશર કન્ટેનર રજી . નં- HR - 38 - Y - 0217 વાળુ મળી આવેલ જેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ની પેટીઓમાં કુલ ૬,૫૦૮ / - નાની ૧૮૦ એમ.એલ. ની બોટલો મળી આવેલ તેમજ સદરી ઈસમ ના ઘર માંથી અલગ - અલગ બ્રાન્ડ ની પેટીઓ માં નાની - મોટી કુલ ૫,૭૩૩ / બોટલો મળી આવેલ એમ બન્ને મળી કુલ ૧૨,૨૪૧ / - નંગ નાની - મોટી ભારતીય બનાવની વિદેશી દારુ ની બોટલો કુલ રૂ . ૨૧,૩૭,૦૭૫ / - નો ભારતીય બનાવટનો વિદેશી દારુ નો મુદામાલ કબજે કરવામાં આવેલ તેમજ કન્ટેનર તથા દારુ નો મુદ્દામાલ મળી કુલ રૂ ૩૧,૪૨,૦૭૫ / - નો મુદામાલ તથા હાજર મળી આવેલ આરોપી રમેશભાઇ ઉર્ફે ટીડો ખીમાભાઇ ફીસડીયા રહે- કેશરપર તા- સાયલા વાળાને હસ્તગત કરી તેમજ હાજર નહી મળી આવેલ અન્ય ત્રણ આરોપીઓ વિરૂદ્ધ સાયલા પો.સ્ટે ખાતે ગુનો રજીસ્ટર કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે
. કબજે કરેલ મુદ્દામાલ
( ૧ ) મેકડેવેલ્સ નં -૧ વ્હીસ્કી ની ૧૮૦ એમ.એલ ની બોટલો નંગ – ૬,૫૦૮૪ ( ૨ ) રોયલ ચેલેન્જ પ્રીમીયમ સિલેક્ટ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ- ૧,૦૮૦ / ( 3 ) બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રીમીયમ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ- ૧૬૮ / ( ૪ ) ઓલ સીઝન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ- ૧,૭૭૬ / ( ૫ ) મેકડેવેલ્સ નં -૧ વ્હીસ્કી ની ૧૮૦ એમ.એલ ની બોટલો નંગ - ૨,૭૦૯૪ ( ૬ ) રજી . નંબર HR - 38 - Y - 0217 વાળુ કન્ટેનર તથા ૧ મોબાઇલ ફોન,
પકડાયેલ આરોપી તથા તેનો ગુનાહીત ઈતિહાસ
( ૧ ) રમેશભાઇ ઉર્ફે ટીડો ખીમાભાઇ ફીસડીયા રહે- કેશરપર , તા- સાયલા , જી- સુરેન્દ્રનગર સદરી આરોપી વાપી ટાઉન પો.સ્ટે માં સને ૨૦૧૯ ની સાલ માં પ્રોહી ના ગુનામાં પકડાયેલ છે . વોન્ટેડ આરોપી માનસીંગભાઇ મનજીભાઇ રહે- સુરઇ , તા- ચોટીલા તથા તેની સાથે રહેલ તેનો મિત્ર તેમજ કન્ટેનર નો ડ્રાયવર તેમજ તપાસમાં ખુલે તે તમામ જેમાં માનસીંગભાઇ મનજીભાઇ અગાઉ ચોટીલા પો.સ્ટે ખાતે પ્રોહી ના ગુના માં પકડાયેલ છે
રેઈડ દરમ્યાન કામગીરી કરનાર અધિકારી
( ૧ ) એમ.એચ.સોલંકી , પો.સબ.ઇન્સ
( ૨ ) એ.એસ.આઇ બી.સી.ગામેતી
( ૩ ) એ.એસ.આઇ ઈન્દ્રસિંહ જોરૂભા
( ૪ ) હૈ.કો જલાભાઇ લખમણભાઇ
( ૫ ) હે.કો કુલદીપસિંહ દીલીપસિંહ
( ૬ ) પો.કો યોગેશભાઇ કનૈયાલાલ
( ૭ ) પો.કો હરદેવસિંહ બળવંતસિંહ
( ૮ ) પો.કો ખોડાભાઇ નાથાભાઇ
( ૯ ) પો.કો ભરતકુમાર જગદીશભાઇ
( ૧૦ ) પો.કો હરપાલસિંહ ઈન્દ્રસિંહ
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મૉ : 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.