વીંછિયાના રેવાણીયા ગામે પાણી પુરવઠા બોર્ડ એ ૧૫ દિવસથી પાણી બંધ કર્યું છે:સરપંચ
વીંછિયાના રેવાણીયા ગામે પાણી પુરવઠા બોર્ડ એ ૧૫ દિવસથી પાણી બંધ કર્યું છે:સરપંચ
વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે પાણી પુરવઠા બોર્ડ એ નર્મદાના નીર આપવાનું બંધ કર્યું હોવાથી ગ્રામ્યજનો ને એક એક બેડા પાણી માટે દુર સુધી ભટકવું પડે રહ્યું હોવાનું ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ મોહનભાઈ મકવાણા (મો.8140877211) એ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે રેવાણીયા ગામ અંદાજિત ૩૮૦૦ ની વસ્તી ધરાવે છે આ ગામમાં અન્ય કોઈ પાણીનો સોર્સ ન હોવાથી ગામ સંપૂર્ણ નર્મદાના નીર પર આધારિત છે ત્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા કલમના એક ઝાટકે છેલ્લાં ૧૫ દિવસથી પાણી બંધ કરી દેતાં ગ્રામ્યજનોને પીવાનાં પાણી માટે વલખા મારવાં પડી રહ્યાં છે સરપંચ એ જણાવ્યું કે પાણી પુરવઠા બોર્ડ જયાં નર્મદાના નીર આપે છે ત્યાં પાણીની રેલમછેલ થાય છે પણ અમારાં ગામ સામે બોર્ડને શું વાંધો છે કે ૧૫ દિવસથી પાણી આપવામાં આવતું નથી આવો વેધક સવાલ ઉઠાવી સરપંચ એ રેવાણીયા ગામને તાત્કાલિક ધોરણે પાણી આપવા પાણી પુરવઠા બોર્ડ સામે અંતમાં માંગણી કરેલ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.