કેશોદ વાસાવાડી પે સેન્ટર શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

કેશોદ વાસાવાડી પે સેન્ટર શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો


રાજ્યના બાળકોને પાયાનું પ્રામાણિક શિક્ષણ અને ગુણવતાયુકત શિક્ષણ મળે પાત્રતા ધરાવતા પાંચ વર્ષની વયના તમામ બાળકોનું સો ટકા નામાંકન થાય તે માટે દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવેછે હાલના વર્ષે આજથી ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંછે જેમાં કેશોદ શહેર તાલુકાભરમાં પ્રાંત અધિકારી રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામાજીક ન્યાય અને અધિકારિતા સચિવાલય ગાંધીનગર મામલતદાર કેશોદ નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત સહીતના અધિકારીઓ હોદેદારોની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહયાછે
કેશોદ તાલુકામાં અંદાજે બાર સો થી વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવમાં આવશે
આજે કેશોદની વાસાવાડી પે સેન્ટર શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવતા તથા ધોરણ એકમાં પ્રવેશ મેળવતા બાળકોને પ્રવેશ અપાયો હતો ઉપસ્થિત હોદેદારો આગેવાનોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રવેશ મેળવતા બાળકોને પ્રવેશ અપાયો હતો સાથે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.