હિંમતનગર વર્તુળ કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
હિંમતનગર વર્તુળ કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
*****************
સાબરકાંઠા જિલ્લામાં વિભાગીય કચેરી હિંમતનગર તેમજ વર્તુળ કચેરી હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે કચેરીના પ્રાંગણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અધિક્ષક ઇજનેરશ્રી પી.સી શાહ સાહેબે માનવ જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું અને જો યોગને રોજીંદા જીવનનો ભાગ બનાવવામાં આવે તો તે કઈ રીતે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે તે બાબતે પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારી રજી.યોગા ટ્રેનર શ્રી યશ્વીબેને ભિન્ન ભિન્ન આસનો કર્મચારીઓને શીખવાડ્યાન હતા.
આ કાર્યક્રમમાં વર્તુળ કચેરીના નાયબ ઈજનેર શ્રી એમ.પી.ઝાલા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર શ્રી વી.આર.બારોટ તેમજ અંદાજે ૭૫ થી ૮૦ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની આભારવિધિ વિભાગીય કચેરીના નાયબ ઈજનેર શ્રી વી. આર બારોટે કરી હતી. જેમાં તેમણે દરેક કર્મચારીઓને યોગને જીવનમાં આત્મસાત કરાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.