અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી - At This Time

અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી


અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ* **દિવસની ઉત્સાહભેર* *ઉજવણી

૨૧ જૂન ૨૦૨૨, અંજાર તાલુકા સ્તરીય વિશ્વ યોગ દિવસ ઉજવણી સત્તાપર ખાતે ગોવર્ધન પર્વતના મેદાનમાં કરવામાં આવી હતી. વહેલી સવારે પવિત્ર અને રમણીય વાતાવરણ માં યોગસાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ માં અંજાર સચ્ચિદાનંદ મંદિર ના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ, કચ્છ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ, અંજાર તાલુકા હેલ્થ ઓફિસર અંજારિયાસાહેબ, નાયબ મામલતદાર શેનમા સાહેબ, તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ વ્યાસ, કલેકટર કચેરી નાયબ રાજનભાઈ વ્યાસ, નાયબ મામલતદાર મોહિતસિંહ ઝાલા, અંજાર પુરવઠા અધિકારી બારડ, અંજાર તાલુકા ભાજપ અગ્રણી ગોપાલભાઈ માતા, આંબાભાઈ રબારી, ગોવર્ધન કન્યા શાળાના ટ્રસ્ટી અરજણભાઈ માતા તેમજ વિરલ યોગ સેન્ટરના સાધકો અને કચ્છ પાટણ આહીર સમાજ ગોવર્ધન શાળાની વિદ્યાર્થીનીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
કાર્યક્રમની મંગલમય શરૂઆત બાદ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તેમજ ગુજરાત અને કર્ણાટકના મુખ્યમંત્રી ઓનું વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરવામાં આવેલ ઉદબોધનનું લાઈવ પ્રસારણ દેખાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંજાર મધ્યે ચાલતા વિરલ યોગ સેન્ટરના યોગાચાર્ય અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર શ્રી વિરલભાઈ આહિર, આદિપુર યોગ સેન્ટર ના ખુશાલીબેન વાઘમસી અને દ્રષ્ટિબેન આહીર એ યોગ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી.. વિરલભાઈ એ તેમની આગવી શૈલી દ્વારા સુંદર રીતે યોગાભ્યાસ કરાવ્યો હતો. ત્યારબાદ શ્રી ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન આપ્યાં જેના પછી વિરલ યોગ સેન્ટરના યોગાભ્યાસુઓ દ્વારા એડવાન્સ યોગાસનોની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિરલ યોગ સેન્ટરની સાત જણની ટીમ કે જેમણે અખિલ ભારતીય યોગાસંઘ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ભાસ્કર એવોર્ડ જીત્યો હતો તેમને સમ્માનિત કરવામાં આવી.
રિપોર્ટર -દીપક આહીર
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.