જસદણ યોગમય બન્યું:તંત્રની કામગીરી જીરો - At This Time

જસદણ યોગમય બન્યું:તંત્રની કામગીરી જીરો


જસદણ યોગમય બન્યું:તંત્રની કામગીરી જીરો

જસદણ આજે યોગમય બન્યું હતું પરંતું આ દિવસના પ્રચાર પ્રસારમાં તંત્રની કામગીરી જીરો રહી હતી. કારણ કે જેમને યોગમાં ખરેખર રસ છે એવાં આગેવાનો આજે તંત્ર દ્વારા ક્યાં યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એની પાસે કોઈ માહીતી ન હોવાથી યોગમાં રસ ધરાવતાંઓને ભટકવું પડયું હતું રાજકોટ જિલ્લા કલેકટર એ તંત્રને યોગ દિવસે દરેકને આમંત્રણ આપવાનું કહ્યું હોય પણ સ્થાનિક લેવલે તંત્રએ ફ્કત રાજકારણીઓને અને શાળાના બાળકોને હાથા બનાવી યોગ ડે ઉજવી નાખ્યો હતો જસદણમાં મોટાભાગના લોકોને યોગ ડે થી તંત્ર એ અજાણ રાખ્યાં હતાં ફ્કત રાજકારણીઓને ઈ નિમંત્રણ આપ્યું હતું પરંતું શાળાના વિદ્યાર્થીઓએ રંગ રાખ્યો હતો મોટાભાગના રાજકારણીઓને તંત્રનું આમંત્રણ હોય છતાં સ્થળ પર જવાને બદલે સોશ્યલ મીડિયામાં યોગ દિવસ ના મેસેજો ફેરવી યોગ દિવસ ઉજવી નાખ્યો હતો અને જે ખરેખર યોગ પ્રેમી હતાં એમણે તંત્રએ જાણ પણ નહોતી કરી આમ તંત્રની કામગીરીથી નહી પણ શાળા સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઓને યોગ કરાવી યોગ દિવસને યાદગાર બનાવ્યો હતો.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.