બાબરા ના ગળકોટડી પ્રાથમિક શાળા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવામાં આવી
બાબરા ના ગળકોટડી પ્રાથમિક શાળા ખાતે 'વિશ્વ માતૃભાષા દિવસ'ની ઉજવણી કરવામાં આવી
આજ રોજ બાબરા તાલુકાનાં ગળકોટડી પ્રા.શાળા ખાતે 'વિશ્વ માતૃભાષા દિવસ'ની દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરી 'વિશ્વ માતૃભાષા દિવસ' તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે ગળકોટડી પ્રા.શાળા દ્વારા આજ રોજ ‘ગુજરાતી - મારી ભાષા,મારી પ્રકૃત્તિ' થીમ સાથે ઉજવણી કરવામાં હતી.આ ઉજવણીના ભાગરૂપે શાળાના ધો.8 ના વિધ્યાર્થીઓ દ્વારા નિર્મિત 'હાઇકુસંગ્રહ'નું વિમોચન શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ આર.દવેના હસ્તે કરવામાં આવ્યું હતું.શાળાના ભાષા શિક્ષક ડોં.પ્રકાશ દવે દ્વારા માતૃભાષાનું મહત્વ વિષય પર પ્રાસંગિક વાતો રજૂ કરવામાં આવી હતી.શાળા આચાર્ય શ્રી દીપકભાઈ દવે દ્વારા માતૃભાષા તથા અન્ય ભાષા વચ્ચેની તુલનાત્મક બાબતો પર ચર્ચા કરી માતૃભાષાના સાહજિક મહત્વને સમજાવવામાં આવ્યું હતું. શિક્ષક શ્રી જીતુભાઈ તલાવિયા દ્વારા સ્વરચિત હાઇકુ રજૂ કરી પોતાનો સૂર પુરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આવી ભાષા-સાહિત્ય સંવર્ધનની પ્રવૃત્તિ શાળા દ્વારા છેલ્લા 10 વર્ષથી ચલાવવામાં આવી રહી છે.આ તકે શાળા એસ.એમ.સી અધ્યક્ષ શ્રી વાસુરભાઈ ચૌહાણ તથા નિષ્ઠાબેન શુક્લા બી.આર.પી હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષક ભાઈઓ-બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ દીપક કનૈયા બાબરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.