સુઈગામ પ્રાંત કલેક્ટર કચેરીમાં જતા મીડિયાકર્મીઓને મહિલા PSI એ અટકાવતાં હોબાળો.
વાવ વિધાનસભા માટે સુઇગામ પ્રાંત કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા કરાઈ છે,જેમાં મંગળવારે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવેલ ત્યારે સ્થાનિક સુઇગામ પોલીસ અને ITBPના જવાનો સાથે એક મહિલા PSI પ્રાંત ઓફિસની બહાર ઉભેલ હતા,ઉમેદવારની સાથે સ્થાનિક અને અન્ય વિસ્તારના મીડિયા કર્મીઓ હતા,પરંતુ મહિલા PSIએ મીડિયા કર્મીઓને કવરેજ કરવા ઓફીસ અંદર જતા અટકાવ્યા હતા,જે માટે મીડિયા કર્મીઓએ અંદર જવા માટે ચર્ચા કરતા મહિલા PSIએ મીડિયા કર્મીઓને કાયદાનો ડર બતાવી દબંગગિરી કરી હતી,જેને લઈ હોબાળો થતાં આખરે પ્રાંત કલેકટર અને ચૂંટણી અધિકારી ડોડીયાએ તમામ મીડિયા કર્મીઓને ઓફિસમાં આવવા દેવા માટે સૂચના આપતાં આખરે મહિલા PSI ખાસિયાણા થવું પડ્યું હતું,હાલે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે,છેવાડાના વિસ્તારમાંથી નાનામાં નાના મતદારની વાત મીડિયાના માધ્યમ થકી લોકો સુધી પહોંચે છે,ત્યારે આવા કાયદાના રક્ષકો કાયદાનો ડર બતાવી મીડિયા કર્મીઓને કવરેજ કરતાં અટકાવે એ કેટલા અંશે વ્યાજબી છે? ચૂંટણી પંચ દ્વારા મીડિયા કર્મીઓને કવરેજ માટે અડચણ રૂપ બનતા આવા અધિકારીઓને સૂચના આપવાની જરૂર છે.
રિપોર્ટ-જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
મો.૯૯૦૪૦૨૩૮૬૨.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.