7 વર્ષ સુધી નરાધમ પિતાએ પુત્રીને પીંખી સગર્ભા કરી, 11 વર્ષની હતી ત્યારથી પિતાની હેવાનિયતનો ભોગ બની
શહેરના ભદ્ર પરિવારની હૈયું હચમચાવી દે તેવી ઘટના
બ્લીડિંગ થતાં યુવતીને હોસ્પિટલે ખસેડાતા પિતાના પાપનો ભાંડો ફૂટ્યો, આરોપી સકંજામાં
શું લખવું? ક્યાંથી શરૂઆત કરવી? એ દીકરીની શું સ્થિતિ હશે? બે મહિના પહેલા જ જે યુવાનીના ઉંબરે આવીને 18 વર્ષની થઇ એ દીકરી સાત સાત વર્ષથી એટલે કે તે 11 વર્ષની હતી ત્યારથી તેના પિતાના શારીરિક અત્યાચારનો ભોગ બનતી હતી, એ નરાધમે તેની પુત્રીને પીંખી નાખી હતી.
શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતીને શનિવારે સાંજે બ્લીડિંગ થતાં તેને તેની માતાએ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, આ યુવતીને તાકીદે ગાયનેક વિભાગમાં લઇ જવાઇ હતી, તબીબોએ નિદાન કરતાં યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું, યુવતી સગર્ભા હોવાનું સ્પષ્ટ થતાં તબીબને પણ એક ક્ષણે એવું લાગ્યું હતું કે, યુવતીને તેના પ્રેમી સાથે સંબંધ હશે અને તે કુંવારી હોવા છતાં તેના પ્રેમી સાથેના સંબંધને કારણે સગર્ભા બની હશે, ડોક્ટર ધીમા પગે યુવતી અને તેની માતા પાસે પહોંચ્યા હતા અને યુવતી સગર્ભા હોવાની વાત કરી હતી.
ડોક્ટરને એમ હતું કે હમણા જ યુવતી પર તેની માતા ત્રાડૂકશે, પરંતુ એવું ન થયું, યુવતી અને તેની માતા રડવા લાગ્યા, યુવતીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ડોક્ટરને કહ્યું કે, તેને તેના જ પિતાએ સગર્ભા બનાવી છે, આ વાત સાંભળી તબીબના પગ તળેથી જમીન સરી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. ઘટના અંગે જાણ કરાતા એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ભૂકણ સહિતની ટીમ દોડી ગઇ હતી. યુવતીએ પોલીસ સમક્ષ હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, પોતે એક ભાઇની એકની એક બહેન છે, તેના પિતા રિક્ષા ચલાવે છે, બે મહિના પહેલા જ તે 18 વર્ષની થઇ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.