વિસાવદર કોર્ટ પાર્કિંગ મુદ્દે વકીલો દ્વારા આંદોલનની ચીમકી - At This Time

વિસાવદર કોર્ટ પાર્કિંગ મુદ્દે વકીલો દ્વારા આંદોલનની ચીમકી


વિસાવદર કોર્ટ પાર્કિંગ મુદ્દે વકીલો દ્વારા આંદોલનની ચીમકીડિસ્ટ્રીકટ જજે પણ સૂચના આપવા છતાં હુકમનો ઉલાળીયો કરતાઅધિકારીઓવિસાવદરતા.વિસાવદરમા કલેકટર જુનાગઢના હુકમથી વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જૂનું પોલીસ સ્ટેશન તથા મામલતદાર કચેરીના જર્જરિત જુના ક્વાર્ટર પાડીને આપવા હુકમ કરેલ છે અને આ હુકમ તા.૧૫/૦૭/૨૦૧૩ ના રોજ કલેક્ટર સાહેબે કરેલ છે અને વિસાવદર કોર્ટને પાર્કિંગ માટે જગ્યા ફાળવેલ અને તેના હુકમ મુજબ પ્રાંત અધિકારી સાથે સંકલનમાં રહીને જુના પોલીસ સ્ટેશન વાળી જગ્યા તથા મામલતદાર કચેરીના જુના સ્ટાફ વાળી જગ્યા આપવા હુકમ કર્યાના ૯ (નવ)વર્ષ બાદ પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા અને કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જર્જરિત પોલીસ સ્ટેશનનું બાંધકામ હટાવવા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ જર્જરિત બાંધકામ નવ વર્ષ થવા છતાં પણ દૂર કરવામાં આવેલ નથી અને મામલતદાર દ્વારા જેલના ત્રણ રૂમ તથા જુના ક્વાર્ટર પાડવા સંમતિ આપતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે તથા જુનું અને જર્જરિત પોલીસ સ્ટેશન પાડવા માટે કોઈ સંમતિ અપાયેલ નથી અને તે બાંધકામ તોડવાનું નથી તેવી વાત લોકોમાં વહેતી થતા વિસાવદરની પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો છે જ્યારે વિસાવદરમાં નવું પોલીસ સ્ટેશન બનાવવાનું હતું ત્યારે ગામલોકોએ મસ મોટા ફાળા આપી લોક ભાગીદારી કરી નવું આધુનિક પોલીસ સ્ટેશન બનાવવા સહકાર આપેલ અને બે માળનું પોલીસ સ્ટેશન તમામ સુવિધાઓ વાળું બનેલ છે અને હજુ પણ વધારાનો માળ બનાવવાની કામગીરી ચાલુ છે ત્યારે જુના પોલીસ સ્ટેશનનો પણ કબજો રખાતા અને તે ડીમોલિશન ન કરવા દેવાતા લોકો આગ બબુલા થયેલા છે.અને જુનું પોલીસ સ્ટેશન પાડવા બાબતે અનેકવાર રજુઆત કરવા છતાંપણ કલેક્ટરસાહેબના હુકમનો અધિકારીઓ ઉલાળીયો કરતા હોય અને બે બે તાલુકાની પ્રજા જ્યાં એકઠી થતી હોય ત્યાં ભયજનક હાલતમાં આવેલ બાંધકામ દૂર કરવામાં આવતું ન હોય અને લોકો ભયના ઓથાર નીચે જીવી રહિયા હોય એમ છતાંપણ કોઈ કાર્યવાહી નહિ કરાતા કે જગ્યા ખુલ્લી કરી કોર્ટને કબજો આજદિન સુધી સોપવામાં આવેલ ન હોય અને પાર્કિગ પણ બનાવી આપવામાં આવેલ ન હોય સરકારી અધિકારી અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબના હુકમની અમલવારી નહિ કરવા બદલ ફોજદારી કાયદામાં ગુનો દાખલ થઈ શકે તેમ હોવા છતાં આર.એન્ડ બી ના અધિકારીઓને કોઈ હુકમ ન હોય કે તેઓએ કોઈ હુકમનું પાલન કરવાનું રહેતું ન હોય તે રીતે અમલવારી નહિ કરતા જવાબદારોને કાયદાનું પાલન કરવા કલેકટર,પ્રાંતઅધિકારી, તથા આર.એન્ડ બી ના અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવા તથા વિસાવદર કોર્ટને કલેકટર સાહેબ જુનાગઢના હુકમ મુજબની જ્ગ્યાની ફાળવણી કરી પાર્કિંગ માટેના શેડ ઉભા કરી આપવા માટે નવ વર્ષ પહેલાં હુકમ કરી જગ્યા ફાળવવા આદેશ કરેલો હતો અને ત્યારબાદ જિલ્લાના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબે પણ આદેશ કરેલો હતો એમ છતાં પણ નવનવ વર્ષે જેવો સમય વીતવા છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા હવે કન્ટેમ ઓફ કોર્ટની કાર્યવાહી થશે તેમ લોકમુખે ચર્ચાઈ રહિયું છે .ત્યારે વિસાવદર વકીલ મંડળ દ્વારા પ્રમુખ કમલેશભાઈ જોશીની દ્વારાજુનાગઢ જિલ્લાના ડિસ્ટ્રીકટ જજ સાહેબ તથા વિસાવદર સિવિલ જજ સાહેબને પાંચ દિવસમાં નિર્ણય લેવા માટે રજુઆત કરી પાંચ દિવસમાં કોઈ પગલાં નહિ ભરાઈ તો અચોક્સ મુદતની હડતાળ પાડી ઉગ્ર આંદોલનની ચીમકી આપી નામદાર ગુજરાત હાઇકોર્ટેમાં કન્ટેમ ઓફ કોર્ટનું પ્રોસીડિંગ કરવા તથા ફોજદારી ફરિયાદ દાખલ કરવા ઠરાવ કરેલ હોવાનું બાર એસોસિએશન વિસાવદરના પ્રમુખ કમલેશભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે

રિપોટ હરેશ મહેતાવિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.