સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીનાં હસ્તે કરાયું
મહીસાગર જિલ્લા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રીનાં હસ્તે કરાયું
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંતરામપુર ખાતે નવનિર્મિત થનાર નવીન એસ ટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શિક્ષણ મંત્રી શ્રી ડો કૂબેરભાઈ ડિંડોર એ જણાવ્યું હતું કે ,આજે સંતરામપુરની એૈતિહાસિક ભૂમિ પર નવીન એસ ટી ડેપો વર્કશોપનું અંદાજિત રૂ ૪૧૫.૩૧ લાખના ખર્ચે તૈયાર થશે આ નવીન વર્કશોપ થકી એડમીન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ, ઓઇલ રૂમ, વોશ એરિયા, સ્ટોર રૂમ,સર્વિસ પીટ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે આ વર્કશોપ થકી બસોને સલામત રાખવામાં વધુ સરળતા રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું .આ પ્રસંગે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, મહીસાગર કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા,પોલીસ વડા શ્રી આર.પી.બારોટ, તાલુકા પંચાયત પ્રમુખ, એસ.ટી વિભાગીય નિયામકશ્રી ડી.આર.ડિંડોર, સંતરામપુર પ્રાંત અધિકારી સહિત એસ.ટી વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.