પદ્મભૂષણ પ.પૂ.ત્રિદંડી શ્રીમન્નારાયણ ચિન્નાજીયર સ્વામીજીને સ્વામિરાયણ સંપ્રદાયની કઈ વાત હૃદયમાં સ્પર્શે છે, શ્રીકષ્ટભંજન દાદાના દર્શન કરી કહી ગર્વ થાય એવી આ વાત
વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં ભારતભરના અનેક સાધુ સંતો પધારી રહ્યા છે. ત્યારે પદ્મભૂષણ એવોર્ડથી આ વર્ષે સન્માનિત થયેલાં મૂળ હૈદરાબાદના પ.પૂ.ત્રિદંડી શ્રીમન્નારાયણ ચિન્નાજીયર સ્વામીજી આવ્યા હતાં. ત્યારબાદ સભામંડપમાં વડીલ સંતો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. તે પછી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કર્યા હતા. આજે સવારે ૧૧ વાગ્યે દાદાની આરતી ઉતારી હતી. તેમણે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન બાદ થયેલી અનૂભુતિ, સ્વામિનારાયણ સંપ્રદાયની કઈ વાત તેમના હૃદયને સ્પર્શે છે અને અન્ય સ્વામિનારાયણ અને સંપ્રદાય કેવી રીતે એક સાથે સનાતન માટે કામ કરે છે તે સહિતના સવાલો અંગે રસપ્રદ જવાબ આપ્યા હતા.
સવાલઃ સાળંગપુરમાં 175 વર્ષ થતાં આપ શું અનુભવી રહ્યા છો?
જવાબઃ ''અહીં કષ્ટભંજન દેવની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને પ્રસન્નતા થઈ છે. લાખો લોકોને પ્રભાવિત કરનાર એક મહત્વપૂર્ણ તાકાત અહીનાં ગુરુજનોમાં અને અહીંના સાધુ મંડળમાં ભગવાને આપી છે એ અહોભાગ્યની વાત છે. હું માનું છું કે, દરેકમાં સારો આચારવિચાર અને પોતાના ધર્મના શ્રદ્ધા માટે જાગૃતિ કરી રહ્યા છે તો આ પ્રભાવ વધુ વધશે.''
સવાલઃ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતનના સંતો એકસાથે કેવી રીતે હિન્દુ રાષ્ટ્ર તરફ આગળ વધશે?
જવાબઃ ''અત્યારે આવું જ થઈ રહ્યું છે. જુઓ શરીરમાં પગ છે, હાથ છે અને અલગ-અલગ અંગ છે. દરેક અંગે એ પોતાનું કામ કરવાની સાથે મજબૂત રહેવાનું છે. દરેક અંગોએ ભેગા થઈને શરીરને શુદૃઢ બનાવવું જોઈએ. એવી જ રીતે આપણાં ભારતમાં અલગ-અલગ સંપ્રદાય છે. જેમ કે, સ્વામિનારાયણ છે, રામાનંદી છે અને હવેલી સંપ્રદાય, શંકરાચાર્યજી છે. આ સિવાય વૈષ્વધર્મમાં પણ અનેક છે અને શંકરાચાર્ય પરંપરામાં પણ ઘણાં છે. આજ સુધી આ કોઈપણ ભેદભાવ રાખ્યા વગર દરેક એક થઈને સાથે રહ્યા છે. તો પોતાના કર્મનું પાલન કરતાં-કરતાં કેટલીક સામાન્ય બાબતો પર સમજ છે. જનતાની આલોચના ધારા છે તેમાં જે કોમન ફેક્ટર છે તે માટે દરેક સાથે રહીને કામ કરી રહ્યા છે. જેના લીધે લોકોની વિચારધારામાં પણ પરિવર્તન પણ આવ્યું છે. તો દરેક સંપ્રદાય સાથે તો છે જ પણ, દરેકે પોતપોતાનું કામ કરવાનું જ છે. જેમ શરીર માટે બધા અંગો પોત-પોતાનું કામ કરે છે તેમ આજે બધા સંપ્રદાયે તે દરેકે એકસાથે મળીને ભારત મહાન વિભૂતી છે તે માટે બધાએ ભેગા થઈને કામ કરવાનું શરૂ કર્યું છે કેમ કે, દરેકની વચ્ચે રામ છે, ભગવાન શિવ છે એટલે દરેક સંપ્રદાયે તેમના માટે આગળ વધીને કામ કરતાં જાય છે.''
સવાલઃ સ્વામિનારાયણ સંપ્રદાયની કઈ વાત હૃદયમાં સ્પર્શે છે?
જવાબઃ ''સ્વામિનારાયણ સંપ્રદાયમાં યુવાઓ અને ભક્તો શ્રેષ્ઠ શ્રદ્ધાથી સેવા કરે છે અને તેમનામાં દાસ ભાવ હોય છે તે વાત મને હૃદયમાં સ્પર્શ કરે છે.''
સવાલઃ આવતાં વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠા થતાં દરેક ભારતીયોની વર્ષોની આતુરતાનો અંત આવશે તે અંગે શું કહેશો?
જવાબઃ ''લગભગ 500 વર્ષની પ્રતિક્ષા સાકાર થવા જઈ રહી છે. જેનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. દરેકે તેનો અનુભવ માત્ર ભારતમાં જ નહીં દુનિયાના ખૂણે-ખૂણામાં કરાવવાનો છે અને સાક્ષી બનવાનો આ અવસર છે. દરેકને રામચંદ્રજીના જીવન વિશે જણાવીશું અને અહીં જે સાળંગપુરમાં કષ્ટભંજનદેવ પણ એ માટે જ વિરાજિત છે. એટલું આપણે જાણવું જોઈએ કે, રામચંદ્ર ભગવાન વિષ્ણુ ભગવાનનો અવતાર છે પરંતુ તે માનવતાના પ્રતિક પણ છે. માનવાત વિશે બતાવવા માટે તેમનો અવતાર થયો હતો. તો માનવતા એટલે કે, કોઈ કંઈ પણ ખોટું કામ કરે છે તો તેને સુધારવાની ચેષ્ટા કરવી જોઈએ. વ્યક્તિએ દ્વેશ ના કરવો દોષને દ્વેશ કરવાનો છે. દોષ દૂર કરવાનો છે. વ્યક્તિનો ઉદ્ધાર કરવાનો છે ''હનુમાનજી તો દરેકને જોડનારા સેતુ છે. કેમ કે, હનુમાનજી રામ અને સીતા માતા વચ્ચે સેતુ બન્યા, માનવ અને જાનવર વચ્ચે સેતુ બન્યા, માનવ અને નેચર વચ્ચે સેતુ બન્યા, માનવ અને માનવ વચ્ચે સેતુ બન્યા છે. તમે તો જાણો છો કે, આજકાલ લોકો નેચરનો નાશ કરે છે. અંદરોઅંદર ઝઘડી રહ્યા છે. જાનવરો અને વૃક્ષોને ખતમ કરી રહ્યા છે એવું ના થવું જોઈએ. આ દરેક ભેગા થઈને રહેશે. ત્યારે જ માનવજીવન પ્રશાંત અને આનંદમય બની શકે છે. જેનું પ્રતિક છે રામચંદ્ર ભગવાન. તેનું પ્રતિક છે હનુમાનજી. તો એટલે આ એક અનોખો અવસર છે. તેનો સદઉપયોગ કરીશું અને મૂળ સૂત્રોને દરેકને જણાવવાની ચેષ્ટા કરીશું સવાલઃ સંનાતનના સંગઠનની કાશી-મથુરામાં મંદિર અંગે શું પ્લાનિંગ છે જવાબઃ ''જુઓ, ઈતિહાસ એક ધારા છે અને તેમાં ક્યારેક-ક્યારેક કંઈક નષ્ટ થાય છે અને ક્યારેક કંઈક ભ્રષ્ટ થાય છે. જો માનવ કોઈ વોઇસ બને એટલે કે, વિવેકશીલ બને ત્યારે જ્યાં-જ્યાં નુકસાન થયું તેને સુધારે છે. જ્યાં-જ્યાં પર નષ્ટ થયા તેનો ઉદ્ધાર કરવો. તે એક મત અને જાતી માટે નહીં માનવ ઈતિહાસ માટે જરૂરી છે. એટલે જ્યાં-જ્યાં જે નુકસાન થયું તેને સુધારવું તો પડશે.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.