જસદણ નગરપાલિકા કચેરીના કર્મચારી હર્ષદભાઈ ઉપાધ્યાય તથા તેમના પત્ની અલ્કાબેને કર્યુ સેવાનું ઉતમ કાર્ય
(રિપોર્ટ વિજય ચૌહાણ જસદણ)
આજ રોજ શ્રી હર્ષદભાઈ ઉપાધ્યાય (કર્મચારી, નગરપાલિકા કચેરી -જસદણ) તથા તેમના પત્ની અલ્કાબેન તરફથી દર વર્ષેની જેમ આ વર્ષે પણ ચુનારાવાડ પ્રાથમિક શાળામાં તેમના માતુશ્રી સ્વ.સવિતાબેનની પુણ્યતિથિ નિમિત્તે ખુબ જ હરખભેર બાળકોને પ્રિય એવી પાઉંભાજી અને ગુલાબજાંબુ પોતાના હસ્તે પીરસીને બાળકોને જમાડ્યા હર્ષદભાઈએ બટુક ભોજન કરાવીને સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું તેમજ દર વર્ષે શાળાના ત્રણ વિદ્યાર્થીઓને ધોરણમાં પ્રથમ નંબર મેળવનારને રૂ.1111/- રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરે છે આ તકે શાળાના સ્ટાફગણ તથા વાલીઓએ દાતાશ્રીનો હદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે
