સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા પ્રભારી સચિવ અશ્વિનીકુમાર - At This Time

સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત લુણાવાડા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા પ્રભારી સચિવ અશ્વિનીકુમાર


વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આહ્વાન થકી સમગ્ર રાજ્ય સહિત મહીસાગર જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો પ્રારંભ થયો હતો જેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આગળ ધપાવતા સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમને ૩૧ ઓક્ટોબર સુધી લંબાવી છે.

ત્યારે આજ રોજ પ્રભારી સચિવઅશ્વિનીકુમારએ મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકા વિસ્તારના લુણેશ્ચર મંદિર, લીલાવતી હોસ્પિટલ, ચાર કોસીયા નાકા અને ફુવારા ચોક વિસ્તારની મુલાકાત લઈ નિરીક્ષણ કરી નગરપાલિકા ચીફ ઓફિસરને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રભારી સચિવ અશ્વિનીકુમાર સાથે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીસી એલ પટેલ સહિત નગરપાલિકા ચીફ ઓફિસર સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image