હોલિકા દહન: મજરા ભૈરવનાથ દાદાના પરિસરમાં અંગારા પર ખુલ્લા પગે દોટ મૂકાય છે
પરંપરા| સમસ્ત ગ્રામજનો દ્વારા 100 વર્ષ ઉપરાંતથી હોલિકા દહન
કરાય છે
પ્રાંતિજના મજરાના ભૈરવનાથ દાદાના પરિસરમાં પરંપરાગત 100 વર્ષ ઉપરાંતથી હોલિકા દહન કરાય છે. સમસ્ત ગ્રામજનો, પાટીદાર અને ક્ષત્રિય સમાજ દ્વારા સાંજે હોળી પ્રગટાવે છે. શ્રદ્ધા અને સબૂરી સાથે આસપાસના ગ્રામજનો પણ દાદાની માનતા પરિપૂર્ણ કરાય છે અને જીવંત અંગારામાં ઉગાડા પગે ભૈરવ દાદાના જય ઘોષ સાથે ખુલ્લા પગે દોટ મૂકે છે. ત્યારે આ પ્રસંગે ગ્રામજનો તેમજ નવ દંપતીઓ હોલિકાના ફરતે શ્રીફળ, ધાણી, સોપારી તેમજ આયરા લઈને પ્રદક્ષિણા કરે છે તથા લીમડાની પાંખરી, જાર, બાજરીના પૂળા પશુઓને સ્પર્શ કરવાથી પશુઓ હેમખેમ કુશળ રહે અને કોઈ પણ પ્રકાર નું દુઃખ ના થાય તેવી માનતા રાખે છે.
આ સમયે દૂરદૂરથી લોકો આ હોલિકા દહન જોવા માટે દોડી આવે છે. આ તહેવાર ત્રણ પેઢીઓથી પરંપરાગત કરતી આવી છે એવું ગ્રામજનો અને વડીલોએ જણાવ્યું હતું. સમસ્ત ગ્રામજનો હર્ષોઉલ્લાસથી ઉજવણી કરે છે. દાદાની અસીમ કૃપાથી જીવંત અંગારામાં ચાલતા કોઈ હાની પહોંચતી નથી અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.