રાયોટીંગ અને હત્યાની કોશિષના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ. - At This Time

રાયોટીંગ અને હત્યાની કોશિષના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.


અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેરમાં નાસતા ફરતા ઇસમો તથા હથિયારોના કેસો શોધી કાઢવા સારૂ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ઓ તથા સ્ટાફના માણસોને સુચના અને માર્ગદર્શન આપેલ,

જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.બી.દેસાઇ તથા પો.સ.ઈ.શ્રી આઇ.એસ.રબારી તથા નાઓએ પોતાની ટીમના માણસો સાથે અમદાવાદ શહેરમાં નાસતા ફરતા આરોપીઓ તથા હથિયારના કેસો શોધી કાઢવા સારૂ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ,

પો.સ.ઇ. શ્રી આઇ.એસ.રબારીનાઓ વર્ક આઉટમાં હતાં જે દરમિયાન તા.૨૫/૦૭/૨૨ ના રોજ મળેલ બાતમી હકીકત આધારે આરોપી સાગર S/O સુરેશભાઇ હરગોવિંદ દાસ રાવલ, ઉ.વ.૨૭, રહે. મ.નં.એ/૭૦૩, શુભ રેસીડન્સી, હરીનગર-૩, ઉધના સુરત મુળવતન:- ગામ ગવાડા, તા. વિજાપુર, જી. મહેસાણા નાને ચાણક્યપુરી શાયોના સિટી ચાર રસ્તા પાસેથી ઝડપી લીધેલ છે,

પકડાયેલ આરોપીની પુછપરછ કરતાં નવસારી જીલ્લામાં ખેરગામ, જામનપાડા ગામે ગણેશ સ્ટોન ક્વોરીના ભાગીદારના પત્નિ પારુલબેન મવાણીના ઓ ને વેપાર ધંધા બાબતે વિવાદ ચાલતો હોય ગઇ તા.૧૪/૦૨/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પોતે તથા પોતાના મિત્ર લક્ષમણભાઇ ચોસલા સહીત ૨૦ થી ૨૫ જેટલા માણસો ભેગા મળી ફોરવ્હીલ ગાડીઓ માં બેસી ખેરગામ, જામનપાડા ખાતે આવેલ ગણેશ સ્ટોન કવોરી ખાતે ગયેલ ક્વોરીના માલિક મનોજ ભાઇ સોની ને લાકડીઓ તથા બીજા હથિયારો થી મારમારી ઇજાઓ પહોચાડેલ જે બાબતે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે જે કેસમાં પોતે આજદિન સુધી નાસતો ફરતો રહેલ હતો,

પોતાની ધરપકડ ટાળવા સારૂ હાલ અમદાવાદ શહેર ચાણક્યપુરી વિસ્તારમાં પોતાના સબંધી ના ઘરે રોકાવા સારૂ આવેલ હોવાની હકીકત જણાવેલ છે,

આરોપીના નાસતા ફરતા હોવા અંગેના ગુના :-

નવસારી જીલ્લો, ખેરગામ પોલીસ સ્ટેશન પાર્ટે “એ” ગુ.ર.નં. ૧૧૮૨૨૦૦૪૨૨૦૧૦/૨૦૨૨ IPC કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૧૨૦ (બી)

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.