તું કેમ દાદાગીરી કરે છે’ કહી પરપ્રાંતીય યુવક પર શખ્સનો હુમલો - At This Time

તું કેમ દાદાગીરી કરે છે’ કહી પરપ્રાંતીય યુવક પર શખ્સનો હુમલો


રાજકોટ :તા.10
આજીડેમ સર્કલ પાસે ટ્રાફિક ભવન સામે રહેતાં ધર્મેન્દ્રભાઈ રોશનભાઈ યાદવ (ઉ.વ.35) ગત રાત્રીના પોતાના રૂમની પાસે ઉભો હતો ત્યારે ઘસી આવેલા ડિસ્કો નામના શખ્સે તું કેમ દાદાગીરી કરે છે કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો.જેમને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું હતું કે, હું મૂળ મધ્યપ્રદેશનો રેહવાસી અને મજૂરીકામ કરૂં છું મારી બાજુમાં જ રહેતાં બિહારી શખ્સ ડિસ્કો દારૂના નશામાં ઘસી આવી હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.