ગણતરીનાં કલાકોમાં કેબલ ચોરીનાં અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને કિ.રૂ. ૪૭૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ - At This Time

ગણતરીનાં કલાકોમાં કેબલ ચોરીનાં અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને કિ.રૂ. ૪૭૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ


ગણતરીનાં કલાકોમાં કેબલ ચોરીનાં અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ચોર ઇસમોને કિ.રૂ. ૪૭૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી હિમતનગર ગ્રામ્ય પોલીસ

પોલીસ મહાનિરિક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબનાઓએ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ દિન પ્રતિદીન વધી રહેલ હોઇ જે શોધી કાઢવા સુચન કરેલ હોઇ તે અન્વયે શ્રી એ.કે.પટેલ, વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી, હિમતનગર વિભાગ, હિમતનગર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી હિમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ અનડીટેક્ટ ચોરીના ગુન્હા શોધી કાઢવા સતત જરૂરી માર્ગદર્શન આપેલ જે આધારે અમો પો.સબ.ઈન્સ. વાય.બી.બારોટ, એ.એસ.આઈ વિનોદભાઈ ધુળાભાઈ,અ.હે.કો ધર્મેન્દ્રસિંહ પદમસિંહ,આ.પો.કો ભાવેશસિંહ રામસિંહ, અપોકો રાકેશસિંહ જસવંતસિંહ આ.પો.કો કુલદિપકુમાર અજયભાઈ, અ.પો.કો.પંકજસિંહ રણજીતસિંહ તથા વું.પો.કો વિજયાબેન વિગેરે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો ન બને તે સારૂ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આર.ટી.ઓ સર્કલ નજીક બે સ્ત્રીઓ તથા એક પુરુષ હાથમાં પ્લા.ની થેલીમાં શંકાસ્પદ કેબલ ભરી વેચવા સારૂ નીકળેલ છે જે બાતમી આધારે આર.ટી.ઓ સર્કલ નજીક રોડ ઉપરથી પકડી નામઠામ પુછતા પોતે પોતાનું નામ (૧) કૈલાશ ઉર્ફે જગદીશ સુરેશભાઈ જોગી હાલ રહે-આર.ટી.ઓ સર્કલ નજીક જહિરાબાદ પંચાયતની પાસે છાપળામાં તા.હિમતનગર મુળ રહે ઓગણા તા.જાડોલ જી.ઉદેપુર રાજસ્થાનનો હોવાનુ જણાવેલ તેમજ ત્યા હાજર બન્ને સ્ત્રીઓ પૈકી એકનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ સુર્યાબેન ડો/ઓ લાલાભાઇ જયંતિભાઇ વાદી ઉવ-૨૯ રહે આર.ટી.ઓ સર્કલ નજીક જહીરાબાદ પંચાયત પાસે છાપરામા તા.હિમતનગર મુળ રહે નવાનગર તા.વડાલી જી.સા.કાંની તથા તેમજ બીજી સ્ત્રીનુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ સોનલબેન રાણાભાઇ ચતુરભાઇ વાદી ઉવ-૧૯ રહે રહે આર.ટી.ઓ સર્કલ નજીક જહીરાબાદ પંચાયત પાસે છાપરામા તા.હિમતનગર મુળ રહે શાસ્ત્રીનગર છાપરામા મોડાસા તા. મોડાસા જી.અરવલ્લીની હોવાનુ જણાવતા સદરીના હાથમાંની પ્લા,ની થેલીમાં જોતા અડધા સરગાવી દીધેલા તારના ગુન્ચરા તથા કેબલ વાયર હોય સદર કેબલ બાબતે ત્રણેય ઇસમોને પુછતા કોઇ આધાર પુરાવો ન હોય સદર મુદ્દામાલ ક્યાથી લાવેલ હોવાનુ પુછતા સદરી ત્રણેય ઇસમો ગલ્લા તલ્લા કરતા હોય અને સંતોષકારક જવાબ આપતા ન હોય સદરી ઈસમોને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ મુદ્દામાલ અમો ત્રણેય તથા અમારી સાથેના સહઆરોપી (૧) વિપુલભાઇ સતિશભાઇ વાદી રહે આર.ટી.ઓ સર્કલ નજીક જહીરાબાદ પંચાયત પાસે છાપરામા તા,હિમતનગર મુળ રહે નવાનગર તા.વડાલી જી.સા.કાં (૨) સનીયો હીરાલાલ જોગી રહે આર.ટી.ઓ સર્કલ નજીક જહીરાબાદ પંચાયત પાસે છાપરામા તા.હિમતનગર મુળ રહે ભયડા તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન તથા (૩) કૈલાશ રમેશભાઇ જોગી રહે કોતવા તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન વાળાઓએ ભેગા મળી રાત્રીના આશરે એકાદ વાગ્યાના સુમારે સવગઢ પાણીની ટાંકીઓ પાસે આવેલ પાણી પુરવઠાના સ્ટોરના કમ્પાઉન્ડ મુકેલ કેબલ વાયરની ચોરી કરેલાની કબુલાત કરતા હોઇ જેથી કુલ કેલબ વાયર ૧૭૫ મીટર કી.રૂ. ૪૭૦૦૦/-ની ગણી હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુ.ર.નં -૧૧૨૦૯૦૧૭૨૩૦૫૫૫/૨૦૨૩ ઇ.પી.કો ક: ૪૪૭,૩૭૯ મુજબના ગુન્હાના કામે મુદ્દામાલ તેમજ હાજર ત્રણેય ઇસમોને અટક કરી વોન્ટેડ આરોપીને પકડવા આગળની વધુ તપાસ હાથ ધરેલ છે આમ હિમતનગર ગ્રામ્ય પોર્લીસને અનડીટેકટ ચોરીનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.