કમોસમી વરસાદથી સમી તાલુકાના ૨૫ થી વધારે ગામોમાં શિયાળુ પાક નિષ્ફળ
સમી:પાટણ જિલ્લાના સમી પંથક માં કમોસમી વરસાદ ને કારણે ઘણા ગામો માં પાક નિષ્ફળ નીવડ્યો છે.ચણા જીરૂ ઈસબગલ એરંડા સહિત ના પાકોમાં મોટું નુકશાન થયું છે. સમી તાલુકા ના ૨૫ થી વધારે ગામો ના સરપંચોએ વળતર ચુકવવાની માંગણી કરી છે. સમી ના રાફુ, બાદરગંજ,વાહેદપુરા,દાદકા, રામપુરા,જાખેલ, ગાજદીનપુરા,કનીજ, ચડિયાણા સહિત ના ગામડાંઓમાં શિયાળુ પાક ને મોટું નુકશાન થયું છે.પચીસથી વધારે ગામડાના સરપંચોએ મામલતદાર ને લેખિત રજૂઆત કરી હતી. અચાનક વરસાદ અને કરા પડતા મોટું નુકશાન થયું છે. સરપંચોએ જલ્દી ખેડૂતો ને વળતર ચુકવવાની માંગ કરી છે.
7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે
