રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જન પ્રદૂષણમાં ઘટાડો કરવા CNG બસને ફ્લેગ આપી. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જન પ્રદૂષણમાં ઘટાડો કરવા CNG બસને ફ્લેગ આપી.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં BRTS તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે. હાલ શહેરમાં સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં ૫૨ CNG ફ્યુઅલ આધારિત બસ તથા ૯૯ ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે આજ તા.૩૦/૯/૨૦૨૪ ના રોજ વધુ નવી ૨૬ CNG ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવામાં આવી. મેયર નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના વરદ્દ હસ્તે ફ્લેગ આપી, લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી શહેરમાં ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ની ૭૮ CNG ફ્યુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે. આ નવી ૨૬ CNG ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ (ફલેગ ઑફ) કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર મંજુબેન કુગાશીયા, દક્ષાબેન વાઘેલા, સંજયસિંહ રાણા, આર.આર.એલ.ના જનરલ મેનેજર વાય.કે.ગૌસ્વામી, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, મેનેજર મનીષ વોરા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, અગ્રણી ઘનશ્યામભાઈ કુગશીયા, નટુભાઈ વાઘેલા, આર.આર.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.