નિર્દોષનો ભોગ લેનાર મર્સિડીઝના માલિકે પોલીસને ચકરાવે ચડાવી, દોષનો ટોપલો ભત્રીજા પર ઢોળ્યો
શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રવિવારે વહેલી સવારે મર્સિડીઝ કારે બાઇકને ઉલાળતાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, આ ઘટનામાં પોલીસે કારમાલિક અને કાર લઇ જનાર તેના ભત્રીજાની પૂછપરછ કરતાં બંનેએ દોષનો ટોપલો ડ્રાઇવર પર નાખ્યો હતો, અને ડ્રાઇવર ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પોલીસે ઘટના સમયના તમામના મોબાઇલ લોકેશન પર તપાસ કેન્દ્રિત કરી હતી. માધાપર ચોકડી પાસે રહેતા મયુર તુલસીભાઈ તન્ના નામનો યુવાનનો કાર ચાલકે ભોગ લીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.