આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બરવાળા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હર ઘર તિરંગા અન્વયે તિરંગા વિતરણ કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં શહેરીજનો મોટી સંખ્યા લોકો જોડાયા - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બરવાળા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હર ઘર તિરંગા અન્વયે તિરંગા વિતરણ કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં શહેરીજનો મોટી સંખ્યા લોકો જોડાયા


બરવાળા નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જુદા-જુદા રાષ્ટ્રીય કાર્યકમો યોજવામાં આવ્યા છે જેમાં તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી તેમજ હર ઘર તીરંગા વિતરણ કરવામાં આવ્યું હતું.તિરંગા યાત્રામાં ભરતભાઈ પંડયા(પૂર્વ ધારાસભ્ય-ધંધુકા),દક્ષાબેન બાવળીયા (પ્રમુખ બરવાળા નગરપાલિકા),પરેશભાઈ પરમાર (ચેરમેન કારોબારી સમિતિ બરવાળા ન.પા.),વિરાજ શાહ (ચીફ ઓફિસર બરવાળા ન.પા.),ભાવસંગભાઈ તલસાણીયા,બળવંતસિંહ ગોહિલ,નટુભાઈ વાઘેલા,ન.પા.ના ચૂંટાયેલા સદસ્યો,કર્મચારીઓ,વેપારીઓ,શહેરીજનો,આગેવાનો તેમજ હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે બરવાળા નગરપાલિકા દ્વારા દેશની આન બાન અને શાન સાથે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જે યાત્રાનું પ્રસ્થાન ભરતભાઈ પંડ્યા (પૂર્વ ધારાસભ્ય) તેમજ દક્ષાબેન બાવળીયા (પ્રમુખ બરવાળા ન.પા.)દ્વારા કરવવામાં આવ્યું હતું.તિરંગા યાત્રા રોકડિયા હનુમાનજી મંદિરથી છત્રીચોક થી ખમીદાણા દરવાજાથી હાઇવે રોડ શક્તિ શોપીંગ પૂર્ણ કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં ઉપસ્થિત સૌ શહેરીજનો રાષ્ટ્રીય મહોત્સવના રંગમાં રંગાઈ ગયા હતા.બરવાળા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અન્વયે ઉપસ્થિત શહેરીજનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે બરવાળા નગરપાલિકા દ્વારા આયોજીત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.