હળવદ ની નર્મદા કેનાલ માં રાત્રિ ના સમયે ગૌવંશ ફસાઈ જતાં બજરંગદળ ના કાર્યકરો અને ગૌભક્તો એ રેસ્ક્યું કરી નંદી મહારાજ નો જીવ બચાવ્યો
આજરોજ હળવદ શહેર માંથી પસાર થતી નર્મદા કેનાલ માં નંદી મહારાજ ફસાઈ જતાં તે અંગે યોગેશભાઈ ને જાણ થતા ગૌશાળા માં જાણ કરાતા ગૌસેવકો કાળી અંધારી રાતે પણ ઘટના સ્થળે પહોંચી અને નંદી નો જીવ બચાવવા માટે નિમિત્ત બન્યા હતા અને જીવ ના જોખમે આ રેસ્ક્યું કરી માનવતા ની ફરજ અદા કરી હતી આ કાર્ય માં નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા ગૌસેવકો સેવા કાર્ય માં જોડાયા હતા અને ખાસ દિનેશભાઈ ભરવાડ એ તાત્કાલિક પોતાની ક્રેન મોકલી આપી હતી તેઓ કાયમી માટે નિશુલ્ક ક્રેન ની સેવા આપી રહ્યા છે અને ખાસ મોહનભાઈ ભરવાડ એ જીવ ના જોખમે કેનાલ માં ઉતરી અને નંદી મહારાજ નો જીવ બચાવવા માં નિમિત્ત બનતા રહે છે અત્રે ઉલ્લેખનીય છે કે જીવ ના જોખમે ગૌસેવા કરવા માટે ની ભાવના રાખતા ગૌસેવાકો રાત દિવસ જોયા વિના ગૌવંશ ની સેવા કરી રહ્યા છે સત્કાર્ય કરનાર સેવાવ્રતીઓ ને ચોતરફથી હળવદ ના નાગરિકો બિરદાવી રહ્યા છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.