મહીસાગર આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર
કડાણા તાલુકા ના ને સંતરામપુર તાલુકાના પચશ્રિમ ભાગ ના આદિવાસી સમાજ માં જાતિ ના દાખલાઓ અપાતાં ના હોઈ ને તે કારણે ભારે આક્રોશ જોવાં મળે છે.
આજરોજ આદિવાસી સમાજ દવારા આંદોલન ના ભાગ રૂપે જાહેર વિશાળ રેલી ધોડીયાર ગામે થી કાઠેલહતી ને આ રેલી કડાણા મામલતદાર કચેરી એ ગયેલ ને તેઓની માંગણીઓ અંગે નું એક આવેદનપત્ર મામલતદાર ને આપેલ અને કડાણા થી સૌ વાહનો દવારા લુણાવાડા ગયેલ ને લુણાવાડા કોટેજ ચોકડી થી રેલી સ્વરુપે નીકળી ને આદિવાસી ના દાખલાઓ આપો. ન્યાય આપો ના નારાઓ સાથે કલેકટર કચેરી એ ગયેલ ને કલેકટર મહીસાગર ને માંગણીઓ અંગેનું એક આવેદનપત્ર આપીને ન્યાય અપાવવા ને જાતિનાં દાખલાઓ મળે તે માટે ની રજુઆતો કરી હતી. ને વિશ્રલેશન કમિટિ દવારા દાખલાઓ ની ખરાઈ ની કાયઁવાહી ત્વરીત કરાવવા ની માંગ કરેલ.
કલેકટર મહીસાગરે આ આદિવાસી સમાજ ના આગેવાનો ને શાંતિ થી સાંભળી ને તેઓની માંગણીઓ ને લાગણીઓ ને આવેદનપત્ર સરકાર માં ધટતુ કરવા મોકલી આપવાની હૈયાધારણા આપેલ હતી.
આદિવાસી સમાજ દવારા તેઓના આ પ્રશ્ને ત્વરીત ઉકેલ નહીં આવેતો ઉગ્ર આંદોલન ની ચીમકી પણ ઉચચારેલ છે.
આદિવાસી ના દાખલાઓ અપાતાં ના હોઈ ને આ વિસતારના આદિવાસી સમાજ ના યુવાનો ને તેથી હેરાન પરેશાન થવું પડે છે ને આ અંગેની અનેક વારની રજુઆતો કરેલ હોવા છતાં પણ સરકાર દવારા કે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કે ઉકેલ નહીં આવતાં આદિવાસી સમાજ માં તેનાં ધેરા પ્તયાધાત પડેલ જોવા મળે છે. ને આ આંદોલન વધુ ઉગ્ર બને તેવાં એંધાણ હાલ જોવાં મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.